Recipe : રાજભોગ વગર અધૂરી છે મા સરસ્વતીની પૂજા, વસંત પંચમીના દિવસે બનાવો આ વાનગી

સોર્સ : gstv
વસંત પંચમીને મા સરસ્વતીના જન્મોત્સવના રૂપમાં પણ મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા સરસ્વતીનો જન્મ જગત કલ્યાણના ઉદેશ્યથી થયો હતો. આ સાથે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ન કરવા અને એમની કૃપા વરસાવવા માટે પૂજામાં આ ખાસ દિવસે પ્રિય વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને પીળી વસ્તુઓનું મહત્વ વધારે હોય છે. આમ, તમે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે રાજભોગનો ધરાવો. રાજભોગ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો જાણો રાજભોગ બનાવવાની સૌથી સરળ રીત વિશે.
સામગ્રી
- 200 ગ્રામ પનીર
- 2 કપ પાણી
- 500 ગ્રામ ખાંડ
- ગોલ્ડન ફૂડ કલર
- કેસર
- એલચીનો પાવડર
- બદામ
- પિસ્તા
બનાવવાની રીત
- રાજભોગ મીઠાઇ બનાવવા માટે સૌ પ્રથમ 500 ગ્રામ પનીર લો.
- આ પનીરને સારી રીતે મેશ કરી લો.
- ત્યારબાદ પનીરને ત્યાં સુધી મેશ કરો જ્યાં સુધી એ પ્રોપર સેટ ના થઇ જાય.
- જ્યારે પનીર સોફ્ટ થઇ જાય એટલે એના ગોળ-ગોળ બોલ્સ વાળી લો.
- આ બોલને એક બાઉલમાં લઇ લો.
- હવે ગેસ ચાલુ કરો અને એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મુકો.
- પાણી ગરમ થાય એટલે એમાં ખાંડ નાખીને મિક્સ કરી લો.
- ખાંડ નાખો ત્યારે સતત હલાવતા રહો. આ સમયે ગેસની ફ્લેમ મધ્યમ રાખવાની રહેશે.
- આ ચાસણીમાં હવે એલચીનો પાવડર નાખો.
- ત્યારબાદ પિસ્તા અને બદામ નાખીને સતત હલાવતા રહો.
- જ્યારે ચાસણી થઇ જાય ત્યારે એમાં ફૂડ કલર નાખો અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દો.
- હવે ચાસણીમાં પનીરના બોલ્સ નાખો અને હળવા હાથે મિક્સ કરી લો.
- પછી 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
- જ્યારે પનીર ચાસણીમાં પ્રોપર રીતે ભળી જાય ત્યારે પનીર બોલ્સને એક બાઉલમાં લઇ લો.
- હવેથી હાથને નોર્મલ દબાવો.
- ત્યારબાદ ઠંડા કરી લો
- તો તૈયાર છે મા સરસ્વતીને ભોગમાં ધરાવવા માટે રાજભોગ.
- તમે આ રીતે રાજભોગ બનાવશો તો મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.

