Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make Paneer Bhurji Sandwich at home with this recipe

Recipe / સવાર કે સાંજના નાસ્તા માટે બનાવી શકો છો પનીર ભુર્જી સેન્ડવીચ, નોટ કરી લો સરળ રીત

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / સવાર કે સાંજના નાસ્તા માટે બનાવી શકો છો પનીર ભુર્જી સેન્ડવીચ, નોટ કરી લો સરળ રીત
સોર્સ : Google

પનીર ભુર્જી સેન્ડવીચ સવાર કે સાંજના નાસ્તામાં બનાવવા માટે ખૂબ જ સારો વિકલ્પ છે. પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને પનીર ભુર્જીનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. તેને બ્રેડમાં નાખીને સેન્ડવીચ બનાવીને ખાવાની પણ મજા આવે છે. ચાલો તમને પનીર ભુર્જી સેન્ડવીચ બનાવવાની સરળ રીત જણાવી દઈએ.

App Store

સામગ્રી

  • પનીર- 200 ગ્રામ (છીણેલું)
  • ડુંગળી- 1 મધ્યમ કદ (બારીક સમારેલી)
  • ટમેટું- 1 મધ્યમ કદ (બારીક સમારેલું)
  • લીલા મરચા- 1-2 (બારીક સમારેલા)
  • આદુ-લસણની પેસ્ટ- 1 ચમચી
  • હળદર પાવડર- 1/2 ચમચી
  • ધાણા પાવડર- 1 ચમચી
  • ગરમ મસાલો- 1/2 ચમચી
  • લાલ મરચા પાવડર- 1/2 ચમચી
  • મીઠું- સ્વાદ મુજબ
  • તેલ અથવા ઘી- 2 ચમચી
  • કોથમરી- 2 ચમચી (બારીક સમારેલી)
  • બ્રેડ સ્લાઈસ- 4-6 નંગ
  • ફુદીનાની ચટણી અથવા ટોમેટો કેચઅપ: જરૂર મુજબ

બનાવવાની રીત

  • સૌપ્રથમ એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો.
  • હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો. સુગંધ આવે ત્યાં સુધી અથવા 1-2 મિનિટ માટે સાંતળો.
  • આ પછી, બારીક સમારેલું ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો.
  • હવે હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • મસાલાને 1 મિનિટ માટે શેકો અને પછી તેમાં છીણેલું પનીર અને મીઠું ઉમેરો.
  • પનીરને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે 2-3 મિનિટ માટે રાંધો.
  • વધુ સમય સુધી ન રાંધશો, નહીં તો પનીર કઠણ થઈ જશે.
  • છેલ્લે, સમારેલા કોથમીરના પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • આ પછી, બ્રેડ સ્લાઈસ લો અને એક બાજુ માખણ અથવા ધી લગાવો.
  • ગરમ તવા પર માખણ લગાવેલી બાજુ મૂકો અને ધીમા તાપે થોડી શેકો.
  • હવે બ્રેડની બીજી બાજુ ફુદીનાની ચટણી અથવા ટોમેટો કેચઅપ લગાવો.
  • તૈયાર પનીર ભુર્જીનું સ્ટફિંગ સેન્ડવીચની એક સ્લાઈસ પર મૂકો અને તેને બીજી સ્લાઈસથી ઢાંકી દો.
  • તેને બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
  • સેન્ડવીચને ત્રિકોણાકાર આકારમાં કાપીને ગરમાગરમ સર્વ કરો.