Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make banana coconut smoothie for healthy breakfast

Recipe / હેલ્ધી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે બનાના કોકોનટ સ્મૂધી, મિનિટોમાં થઈ જશે તૈયાર

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / હેલ્ધી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે બનાના કોકોનટ સ્મૂધી, મિનિટોમાં થઈ જશે તૈયાર
સોર્સ : Google

શું તમે સવારના ઉતાવળમાં નાસ્તો છોડી દો છો અથવા નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ તેમજ સ્વસ્થ ઈચ્છો છો? જો હા, તો બનાના કોકોનટ સ્મૂધી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. તે તમને તાત્કાલિક ઉર્જા આપે છે એટલું જ નહીં પરંતુ તેને બનાવવામાં ફક્ત 5 મિનિટ લાગે છે.

App Store

આ સ્મૂધી વિટામિન, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર છે, જે તમારા દિવસની શરૂઆતને પરફેક્ટ બનાવશે. આજે અમે તમને બનાના કોકોનટ સ્મૂધી બનાવવાની સરળ રીત જણાવીશું, જેની મદથી તમને સવારે તેને થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.

સામગ્રી

  • 2 પાકેલા કેળા
  • 1 કપ કોકોનટ મિલ્ક
  • અડધો કપ દહીં
  • 1 ચમચી મધ (અથવા સ્વાદ મુજબ)
  • થોડા બરફના ટુકડા
  • બદામ અથવા અખરોટ (ઓપ્શનલ)

બનાવવાની રીત

  • સૌપ્રથમ, બધી સામગ્રી (કેળા, કોકોનટ મિલ્ક, દહીં, મધ અને બરફ) ને બ્લેન્ડરના જારમાં નાખો.
  • હવે તેને એક સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો.
  • સ્મૂધીને એક ગ્લાસમાં રેડો અને તેને સમારેલા બદામ અથવા અખરોટથી ગાર્નીશ કરો.
  • તમારી હેલ્ધી અને ટેસ્ટી બનાના કોકોનટ સ્મૂધી તૈયાર છે.
  • જો તમે ઈચ્છો તો, તમે તેમાં તમારી પસંદગીના ફળો જેમ કે સ્ટ્રોબેરી અથવા બ્લુબેરી પણ ઉમેરી શકો છો.