Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Why Idli-Dosa considered a superfood for health?

VIDEO/ Health Tips:ઈડલી-ઢોસા સ્વાસ્થ્ય માટે કેમ માનવામાં આવે છે સુપરફૂડ? જાણો આ 5 મોટા ફાયદા

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એક જમાનામાં ઈડલી અને ઢોસાનો સ્વાદ ચાખવા માટે લોકોએ સાઉથ ઈન્ડિયા (દક્ષિણ ભારત) જવું પડતું હતું, પરંતુ હવે ગુજરાતના દરેક શહેર-ગામડામાં પણ સ્વાદિષ્ટ ઈડલી-ઢોસાની મજા માણી શકાય છે. હવે ઈડલી અને ઢોસા દરેક ઉંમરના લોકોની પસંદગી બની ગયા છે. આ બંને ફૂડ્સ ચોખામાંથી બનાવવામાં આવે છે અને સરળતાથી પચી જાય છે. આ જ કારણ છે કે લોકો સવારના નાસ્તાથી લઈને રાત્રિના ભોજન (ડિનર) સુધી ગમે ત્યારે તેનો સ્વાદ માણી શકે છે. ખાસ વાત એ છે કે ઈડલી-ઢોસા સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઈડલી અને ઢોસા બંને 'ફર્મેન્ટેડ ફૂડ્સ' (આથો લાવેલા ખોરાક)ની શ્રેણીમાં આવે છે, જે પાચનથી લઈને વજન નિયંત્રિત કરવા સુધીના ઘણા ફાયદા પહોંચાડે છે.

App Store

ડાયેટિશિયને જણાવ્યું કે ઈડલી-ઢોસા બંને આથો લાવેલા ખીરા (બેટર)માંથી બનાવવામાં આવે છે. ઈડલી અને ઢોસાના ખીરાને ઘણા કલાકો સુધી આથો આવવા માટે રાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં સારા બેક્ટેરિયા (ગુડ બેક્ટેરિયા) વિકસે છે, જે આંતરડા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ફર્મેન્ટેડ ફૂડ્સ પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને ગટ માઇક્રોબાયોમને સુધારે છે. તેનાથી કબજિયાત, ગેસ અને પેટ ફૂલવા (બ્લોટિંગ) જેવી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. ખાસ કરીને ઈડલી વરાળમાં પકવવામાં આવે છે, તેથી તેમાં તેલ ખૂબ જ ઓછું હોય છે. એટલા માટે ઈડલી સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, જો ઈડલી અને ઢોસા યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. ઈડલીમાં કેલરી ઓછી હોય છે અને તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જો ઢોસા ઓછા તેલમાં બનાવવામાં આવે તો તે પણ હેલ્ધી ઓપ્શન બની શકે છે. વધારે માખણ (બટર), ચીઝ અથવા ઓઈલી સ્ટફિંગ (ફિલિંગ) વાળા ઢોસા ખાવાથી બચવું જોઈએ. ઈડલી-ઢોસા ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. દાળમાં પ્રોટીન હોય છે, જ્યારે ચોખા શરીરને ઉર્જા આપે છે. જો તેને સાંભાર અને નાળિયેરની ચટણી સાથે ખાવામાં આવે તો તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સની માત્રા ઓછી વધુ વધી જાય છે.

એક્સપર્ટના મતે, ઈડલી એ સ્ટીમ્ડ ફૂડ (વરાળથી બફાયેલો ખોરાક) છે અને તેમાં તેલનો ઉપયોગ બિલકુલ થતો નથી. તેથી તે ડીપ ફ્રાઈડ સ્નેક્સ (તેલમાં તળેલા નાસ્તા)ની સરખામણીમાં વધુ હેલ્ધી માનવામાં આવે છે. જો ઢોસા ઓછા તેલમાં બનાવવામાં આવે તો તે હૃદયના સ્વાસ્થ્ય (હાર્ટ હેલ્થ) માટે પણ સારો વિકલ્પ હોઈ શકે છે. હેલ્ધી રીતે તૈયાર કરવામાં આવેલા ઈડલી-ઢોસાને નિયમિત સંતુલિત આહારનો ભાગ બનાવી શકાય છે. સંતુલિત માત્રામાં ઈડલી-ઢોસા ખાવા સંપૂર્ણપણે સુરક્ષિત અને ફાયદાકારક છે. જો કે, રોજ માત્ર એક જ પ્રકારનો ખોરાક ખાવાને બદલે ડાયટમાં વિવિધતા રાખવી જરૂરી છે. આ સાથે પ્રોટીન, ફળો, લીલા શાકભાજી અને અન્ય પૌષ્ટિક વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ, જેથી શરીરને તમામ જરૂરી પોષક તત્વો મળી રહે.

નોંધ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખાવામાં આવ્યો છે.