Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : What is chronic insomnia know symptoms and tips to manage it

Health Tips / તમને પણ નથીને ક્રોનિક ઇન્સોમ્નિયાની સમસ્યા? જાણો તેના લક્ષણો અને મેનેજ કરવાની રીત

Timeછેલ્લું અપડેટ : 23 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips / તમને પણ નથીને ક્રોનિક ઇન્સોમ્નિયાની સમસ્યા? જાણો તેના લક્ષણો અને મેનેજ કરવાની રીત
સોર્સ : GSTV

આપણું શરીર એક મશીન જેવું છે, તેને યોગ્ય રીતે કાર્ય કરવા માટે બ્રેકની જરૂર પડે છે. આપણા શરીરને ઊંઘથી આ બ્રેક મળે છે. જોકે, ઘણા લોકો વિવિધ કારણોસર રાત્રે યોગ્ય રીતે ઊંઘી નથી શકતા, અને ક્યારેક આ સમસ્યા લાંબા સમય સુધી ચાલે છે. આને ક્રોનિક ઇન્સોમ્નિયા (Chronic Insomnia) કહેવામાં આવે છે.

App Store

ક્યારેક, રાત્રે વહેલા ઊંઘ ન આવવી એ સામાન્ય છે. ક્યારેક, તણાવ અથવા દિવસ દરમિયાન ઊંઘવાને કારણે, રાત્રે વહેલા ઊંઘ નથી આવતી. જોકે, સતત ઊંઘ ન આવવી એક ગંભીર સમસ્યા છે અને તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા બંનેને અસર કરે છે. આવી સ્થિતિમાં ચાલો ક્રોનિક ઇન્સોમ્નિયાના લક્ષણો અને તેને કેવી રીતે મેનેજ કરવું તે વિશે જાણીએ.

ક્રોનિક ઇન્સોમ્નિયા શું છે?

ક્રોનિક ઇન્સોમ્નિયા ફક્ત આખી રાત પડખા ફરવા વિશે નથી. જ્યારે કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણ રાત સંપૂર્ણ રાતની ઊંઘ નથી મેળવી શકતો અને આ સ્થિતિ ત્રણ મહિના કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે ત્યારે તેને ક્રોનિક ઇન્સોમ્નિયા માનવામાં આવે છે. તેના લક્ષણો નીચે મુજબ હોય શકે છે:

  • ઊંઘ આવવામાં મુશ્કેલી.
  • અઢી રાતે ઊંઘ ઉડી જવી અને ફરીથી ઊંઘી ન શકવું.
  • વહેલી સવારમાં ઉઠી જવું.
  • દિવસમાં થાક, ચીડિયાપણું અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવવી.

ક્રોનિક ઇન્સોમ્નિયાના કારણો શું છે?

મનોવૈજ્ઞાનિક પરિબળો: સ્ટ્રેસ, એન્ગઝાઈટી, ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ક્રોનિક ઇન્સોમ્નિયાના સૌથી સામાન્ય કારણોમાં શામેલ છે.

તબીબી પરિસ્થિતિઓ: દુખાવો, અસ્થમા, થાઈરોઈડની સમસ્યાઓ અને એસિડ રિફ્લક્સ જેવી બીમારીઓ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

જીવનશૈલીના પરિબળો: અનિયમિત સૂવાનો સમય, દિવસના મોડે સુધી સૂવું, સૂતા પહેલા મોબાઈલ અથવા લેપટોપનો ઉપયોગ, કેફીન અથવા આલ્કોહોલ.

પર્યાવરણીય પરિબળો: અવાજ, વધુ પડતો પ્રકાશ અથવા અસ્વસ્થતાભર્યો પલંગ પણ ઊંઘને ​​અસર કરી શકે છે.

ક્રોનિક ઇન્સોમ્નિયાને મેનેજ કેવી રીતે કરવું?

નિયમિત દિનચર્યા: દરરોજ એક જ સમયે સૂઈ જાઓ અને સવારે એક જ સમયે જાગો, રજાના દિવસે પણ આ જ દિનચર્યા અનુસરો.

બેડરૂમનું વાતાવરણ: તમારા બેડરૂમને શાંત, ડાર્ક અને ઠંડો રાખો. ગાદલું અને ઓશીકા આરામદાયક હોવા જોઈએ.

સ્ક્રીનથી દૂર રહો: ઊંઘવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા મોબાઈલ, ટીવી અને લેપટોપનો ઉપયોગ બંધ કરો. તેમની બ્લુ લાઈટ ઊંઘના હોર્મોન મેલાટોનિનને ઘટાડે છે.

ઊંઘની દિનચર્ય: સૂતા પહેલા હૂંફાળા પાણીથી સ્નાન કરો, પુસ્તક વાંચો, મેડિટેશન કરો અથવા શાંત સંગીત સાંભળો. આ મનને આરામ આપવામાં મદદ કરે છે.

ડાયટ અને એક્સરસાઈઝ

  • રાત્રે હળવું ભોજન લો. સૂતા પહેલા ભારે ભોજન અથવા વધુ પડતું પાણી પીવાનું ટાળો.
  • સાંજ પછી ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ અને આલ્કોહોલ ટાળો.
  • દિવસ દરમિયાન નિયમિતપણે એક્સરસાઈઝ કરો, પરંતુ સૂતા પહેલા વધુ પડતી એક્સરસાઈઝ ટાળો.

સ્ટ્રેસ મેનેજમેન્ટ

સ્ટ્રેસ ઘટાડવામાં યોગ, મેડિટેશન અને ડીપ બ્રીધીંગ ખૂબ અસરકારક છે.

પ્રોફેશનલની મદદ લો

જો સ્થિતિમાં સુધારો ન થાય, તો ડોક્ટર અથવા અન્ય પ્રોફેશનલ વ્યક્તિની મદદ લેવી મહત્ત્વપૂર્ણ છે.