Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Vitamin D Tips: Vitamin-D is best to increase these 3 hours of the day, without medication will eliminate deficiency

VIDEO: Vitamin D Tips: વિટામિન-ડી વધારવા માટે સૌથી ઉત્તમ છે દિવસના આ 3 કલાક, દવા વગર દૂર થશે ઉણપ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શરીરમાં વિટામિન-ડીની ઉણપ (Vitamin-D Deficiency) હોવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે- હાડકાં નબળાં પડવા, નબળી રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી), ડિપ્રેશન વગેરે. તેથી જરૂરી છે કે વિટામિન-ડીની ઉણપથી બચવામાં આવે. પરંતુ આજકાલની ભાગદોડ ભરી જિંદગી અને ઘરોમાં બંધ રહેવાની ટેવોના કારણે મોટાભાગના લોકોમાં વિટામિન-ડીની ઉણપ જોવા મળે છે.

App Store

જોકે, સારી વાત એ છે કે સૂર્યપ્રકાશથી કુદરતી રીતે (Nechurally) વિટામિન-ડીની ઉણપને દૂર કરી શકાય છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે દિવસના કયા સમયે (Best Time to Boost Vitamin-D) તડકો લેવો સૌથી વધુ ફાયદાકારક છે? અહીં જાણો કે વિટામિન-ડી વધારવા માટે દિવસના એ ૩ સૌથી શ્રેષ્ઠ કલાક કયા છે.

વિટામિન-ડી વધારવા માટે સૌથી ઉત્તમ સમય

સૂર્યના કિરણોમાંથી વિટામિન-ડી મેળવવા માટે સાચા સમય વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચેનો સમય વિટામિન-ડી શોષવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન UVB કિરણો સૌથી વધુ હોય છે, જે ત્વચાના સંપર્કમાં આવીને વિટામિન-ડી બનાવે છે.

કેટલી વાર તડકામાં બેસવું જોઈએ?

જે લોકોની ત્વચાનો રંગ ગોરો (હળવો) છે, તેમણે 15-20 મિનિટ તડકામાં બેસવું જોઈએ. કારણ કે તેમની સ્કિન ઝડપથી વિટામિન-ડી બનાવી લે છે. જ્યારે જે લોકોની સ્કિનનો રંગ શ્યામ (ડાર્ક) હોય છે, તેમની સ્કિનને વિટામિન-ડી બનાવવામાં સમય લાગે છે. કારણ કે મેલાનિન વધારે હોવાને કારણે વિટામિન-ડી સરળતાથી બની શકતું નથી. તેથી તેમણે લગભગ 30-40 મિનિટ સુધી તડકામાં બેસવું જોઈએ.

તડકો લેતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

સીધા તડકામાં બેસો, કાચની બારી પાછળ બેસવાથી વિટામિન-ડી મળતું નથી.

શરીરના ઓછામાં ઓછા 40% હિસ્સા (હાથ, પગ, પીઠ) પર સીધો તડકો પડવો જોઈએ.

સનસ્ક્રીન લગાવીને તડકામાં ન બેસવું, કારણ કે તેનાથી વિટામિન-ડીનું શોષણ ઘટી શકે છે.

વધારે સમય સુધી તડકામાં ન રહેવું, નહીંતર સનબર્ન કે ડીહાઈડ્રેશન થઈ શકે છે.

વિટામિન-ડીની ઉણપના લક્ષણો કેવા હોય છે?

થાક અને નબળાઈ અનુભવાવી

હાડકાં અને સાંધામાં દુખાવો

વારંવાર બીમાર પડવું

વાળ ખરવા

ડિપ્રેશન અને મૂડ સ્વિંગ્સ

ઘા કે વાગેલું રુઝાવામાં વાર લાગવી

જો તમને પણ આ લક્ષણો જોવા મળે, તો તમારે તમારા વિટામિન-ડી લેવલની તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે થોડીવાર તડકામાં બેસવાથી વિટામિન-ડીની ઉણપ દૂર કરવામાં ઘણી મદદ મળે છે. આ સાથે જ વિટામિન-ડીથી ભરપૂર ખોરાક, જેમ કે- ઈંડા, માછલી, દૂધ અને મશરૂમને પણ તમારા આહારમાં સામેલ કરો.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News