Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : This serious health problem can occur in the body due to taste confusion

Health Tips : તીખું ખાવાના શોખીન છો તો સાવધાન! સ્વાદના ચક્કરમાં શરીરને થઈ શકે છે આ ગંભીર સ્વાસ્ય સમસ્યા

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : તીખું ખાવાના શોખીન છો તો સાવધાન! સ્વાદના ચક્કરમાં શરીરને થઈ શકે છે આ ગંભીર સ્વાસ્ય સમસ્યા
સોર્સ : gstv

જો તમે પણ ભોજનમાં વધુ પડતા મરચાં-મસાલાના શોખીન હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારતમાં તીખું ખાનારા લોકોની કમી નથી, ખાસ કરીને લાલ ચટણી અને ચટપટી પાણીપુરી તો દરેકની પહેલી પસંદ બની ગયા છે. પરંતુ સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું ભારે પડી શકે છે. ખરેખર આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે જરૂરિયાત કરતા વધુ તીખું ખાવાથી માત્ર પેટની સમસ્યાઓ જ નથી વધતી, પરંતુ શરીરના અન્ય ભાગો પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

App Store

ઘણા લોકો આ બાબતને નજરઅંદાજ કરે છે, પરંતુ લાંબા સમય સુધી વધુ પડતા મરચાં-મસાલાનું સેવન ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેથી, તમારા ખાનપાનમાં સંતુલન જાળવવું જરૂરી છે. આજે તમને જણાવીશું કે વધુ તીખું ખાવાથી શરીરને શું-શું નુકસાન થઈ શકે છે અને તમારે શા માટે સાવધ રહેવાની જરૂર છે.

પેટમાં બળતરા અને એસિડિટી

જ્યારે તમે જરૂર કરતાં વધુ મરચાં-મસાલાવાળો ખોરાક ખાઓ છો, ત્યારે પેટમાં એસિડનું સ્તર વધી જાય છે. આનાથી છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને ગેસની સમસ્યા થવા લાગે છે. લાંબા સમય સુધી આવો ખોરાક લેવાથી એસિડિટી જૂની (ક્રોનિક) સમસ્યા બની શકે છે, જે રોજિંદા જીવનને પ્રભાવિત કરે છે.

પાચનતંત્ર પર અસર

વધુ પડતું તીખું ભોજન પાચનતંત્રને ઉત્તેજિત કરે છે. તેનાથી આંતરડામાં બળતરા, અપચો, પેટમાં દુખાવો અને ક્યારેક ઝાડા પણ થઈ શકે છે. જે લોકોનું પાચન પહેલેથી જ નબળું હોય, તેના માટે આ વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મોં અને ગળામાં બળતરા

વધારે તીખું ખાવાથી જીભ, પેઢાં અને ગળાની અંદરની સપાટીને અસર થાય છે. તેનાથી બળતરા, ચાંદી અને સોજો આવી શકે છે. સતત આવું ખાવાથી સ્વાદ પારખવાની ક્ષમતા પણ ઘટી શકે છે.

અલ્સરનું જોખમ

સતત તીખો અને મસાલેદાર ખોરાક પેટના અસ્તરને નુકસાન પહોંચાડે છે. આનાથી ગેસ્ટ્રિક અલ્સર થવાની શક્યતા વધી જાય છે. તેના લક્ષણોમાં અસહ્ય દુખાવો, ઉલટી અને ક્યારેક લોહી પડવું જેવી ગંભીર સ્થિતિ પણ સામેલ હોઈ શકે છે.

ત્વચા સંબંધી સમસ્યાઓ

વધુ મસાલેદાર ખોરાક શરીરની ગરમી વધારે છે, જેના કારણે ચહેરા પર ખીલ (પિમ્પલ્સ) અને લાલાશની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જેની ત્વચા ઓઈલી હોય, તેમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

હરસ-મસા (પાઇલ્સ)ની સમસ્યા

વધુ તીખું ખાવાથી મળત્યાગ દરમિયાન બળતરા અને દુખાવો વધી જાય છે. આનાથી મળદ્વારના ભાગે સોજો આવી શકે છે અને પાઇલ્સની સમસ્યા ગંભીર રૂપ લઈ શકે છે. પાઇલ્સના દર્દીઓએ ખાસ કરીને તીખું ખાવાથી બચવું જોઈએ.

ઊંઘ પર અસર

રાત્રે વધુ મસાલેદાર ખોરાક ખાવાથી શરીરમાં ગરમી અને બેચેની વધી જાય છે. આનાથી ઊંઘ આવવામાં તકલીફ થાય છે અને વારંવાર ઊંઘ ઉડી શકે છે. ખરાબ ઊંઘની અસર તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને પર પડે છે.

તીખું ખાઓ પણ સમજી-વિચારીને

સ્વાદ માટે તીખું ખાવું ઠીક છે, પરંતુ તેની માત્રા મર્યાદિત હોવી જોઈએ. સંતુલિત આહાર અપનાવીને જ તમે પેટ, ત્વચા અને સમગ્ર સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકો છો.

નોંધ: તમને જાગૃત કરવાના હેતુથી આ આર્ટિકલ લખવામાં આવ્યો છે.