Health Tips : હાડકાંને અંદરથી ખોખલા કરે છે તમારી આ ખરાબ આદતો, આજે આ કુટેવો છોડો

હાડકાં તમારા શરીરનું સ્ટ્રક્ચર બનાવે છે. ઊભા થઈને બેસવા સુધી હાડકાં અનેક રીતે બેલેન્સ રાખવામાં મદદ કરે છે. હાડકાં મજબૂત રાખવા ખૂબ જરૂરી છે. ઘણાં લોકોનાં હાડકાં બહુ નબળાં થઈ ગયાં હોય છે. હાડકાં નબળાં થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. હાડકાં નબળાં થઈ જાય એટલે બીજી પણ અનેક ઘણી તકલીફઓ આવે છે. હાડકાં નબળાં થવાને કારણે સાંધામાં દુખાવો પણ વધારે થાય છે. આ સાથે ચાલવામાં પણ અનેક ઘણી તકલીફ પડતી હોય છે. પરંતુ શું તમે જાણો છો હાડકાં નબળાં થવા પાછળ તમારી ખરાબ આદતો જવાબદાર હોય છે? તો જાણો અહીં.
આ આદતોથી હાડકાં થઇ જાય છે નબળા
તમે એક જ જગ્યા પર બેસીને સતત કામ કરો છો તો હાડકાં નબળાં પડવા લાગે છે. એક જગ્યા પર બેસી રહેવાને કારણે હાડકાં પ્રોપર રીતે મૂવમેન્ટ કરતાં નથી જેના કારણે સાંધા પર પ્રેશર પડે છે. હાડકાં મજબૂત રાખવા માટે દબાણ અને વજનની ખાસ જરૂર હોય છે. આમ તમે સતત એક જગ્યા પર બેસીને કામ કરો છો તો આ આદત તમારે સુધારવાની જરૂર છે. આ તમારા હાડકાંને નબળાં કરી દે છે.
તમે વધારે પ્રમાણમાં કોફી અને સોડા પીઓ છો તો તમારાં હાડકાં નબળાં પડી જાય છે. સોડા અને કોફીમાં ખાંડની માત્રા વધારે હોય છે જે હાડકાંને નબળાં કરવાનું કામ કરે છે. સોડામાં ફોસ્ફરિક એસિડ વધારે હોય છે જે હાડકાંમાં કેલ્શિયમ એબ્સોર્પશન થતાં રોકે છે. કૈફીનને કારણે પેશાબ દ્વારા કેલ્શિયમ બહાર નીકળી જાય છે. આ કારણે સમય પહેલાં હાડકાં નબળાં પડવા લાગે છે.
સૂર્ય તમારા શરીરમાં વિટામીન ડી બનાવવામાં મદદ કરે છે, જે કેલ્શિયમને એબ્સોર્પશન માટે જરૂરી છે. વિટામીન ડીની ઉણપથી હાડકાં નબળાં પડવા લાગે છે. આ માટે સવારનો તડકો લેવાનું રાખો.
ધૂમ્રપાન તમારાં હાડકાંનું બ્લડ ફ્લો ઓછું કરે છે. આ તમારા શરીરને નવા બોન સેલ્સના નિર્માણ થતાં રોકે છે. તમે શરાબનું સેવન કરો છો તો કેલ્શિયમ લેવલ બગડી શકે છે. આ માટે તમે શરાબ અને સ્મોકિંગ કરો છો તો આ આદત સુધારો.

