Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Chiku is the king of fruits in winter news

Health Tips : શિયાળામાં ફળોના રાજા છે ચીકુ, સેવન કરવાથી આરોગ્ય રહેશે તંદુરસ્ત

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : શિયાળામાં ફળોના રાજા છે ચીકુ, સેવન કરવાથી આરોગ્ય રહેશે તંદુરસ્ત
સોર્સ : gstv

ચીકુ બાળકોનાં ફેવરિટ ફળોનાં લિસ્ટમાં સામેલ થઈ શકે છે. ચીકુનો સ્વાદ લગભગ દરેકને પસંદ આવે છે. તે માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચીકુમાં એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને ઘણાં ન્યૂટ્રિએન્ટ્સ હોય છે.

App Store

શિયાળામાં ચીકુનું સેવન કરવાથી થાય છે ખૂબ ફાયદો

ચીકુ કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ જેવાં મિનરલ્સથી ભરપૂર હોય છે. સૌથી ખાસ વાત છે કે આટલા પોષક તત્ત્વથી ભરપૂર હોવા છતાં ચીકુ ખૂબ સસ્તાં હોય છે. શિયાળામાં ચીકુનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે. 

ઇમ્યુનિટી વધારે

ચીકુ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ હાજર હોય છે, જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ચીકુ ખાવાથી શરદી-ઉધરસથી પણ રાહત મળે છે.

હાડકાં મજબૂત બનાવે છે

ચીકુ હાડકાં માટે પણ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવાં મિનરલ્સ હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે. ચીકુ ખાવાથી હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો થતો નથી.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

ચીકુમાં મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાણીમાં ચીકુ ઉકાળીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ચીકુ બ્લડ પ્રેશર માટે પણ ફાયદાકારક છે.

વજન ઘટાડે છે

ચીકુમાં રહેલ પોષક તત્ત્વ વજન ઘટાડે છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે. ચીકુ ખાવાથી મેટાબોલિઝ્મ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. તેને ખાવાથી ભૂખ પણ કંટ્રોલમાં રહે છે.

સ્કિન માટે ફાયદાકારક

ચીકુમાં વિટામિન ઈ અને વિટામિન સી હોય છે, જે સ્કિન માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે સ્કિનને અંદરથી પોષણ આપે છે. ચીકુ ખાવાથી સ્કિન ડ્રાય થતી નથી.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.