Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These are the early symptoms of deadly cancer, don't ignore them even by mistake

Health Tips: જીવલેણ કેન્સરના આ છે શરૂઆતી લક્ષણો, આને ભૂલથી પણ ના અવણગતા

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips: જીવલેણ કેન્સરના આ છે શરૂઆતી લક્ષણો, આને ભૂલથી પણ ના અવણગતા
સોર્સ : GSTV

કેન્સર એક એવી જીવલેણ બીમારી છે જેના વિશે સમયસર જાણ થઈ જાય તો તેને શરીરના બીજા ભાગોમાં ફેલાવાથી રોકી શકાય છે. પરંતુ સમસ્યા એ છે કે તેના લક્ષણો વિશે લોકોને ખૂબ જ મોડી ખબર પડે છે. જેના કારણે બીમારી વધતી જાય છે અને સારવાર મુશ્કેલ થઈ જાય છે. આ કારણે કેન્સરના શરૂઆતી લક્ષણોની જાણકારી હોવી જરૂરી છે. જેથી બીમારી વધે તે પહેલા જ તેની સારવાર થઈ શકે. 

App Store

કેન્સરની ઓળખ કેવી રીતે કરવી?

શરૂઆતમાં કેન્સરના કારણે શરીરમાં ખૂબ જ નાના બદલાવો આવે છે. જેને મોટાભાગના લોકો અવગણે છે. પરંતુ આવુ કરવુ તે જીવલેણ સાબિત થઈ શકે છે. તો અહીં જાણો કેન્સરના શરૂઆતી લક્ષણો... 

વારંવાર તાવ અથવા ઇન્ફેકશન

સામાન્ય રીતે તાવ એ શરીરનો ઇનફેક્શન સામે લડવાના સંકેત છે, પરંતુ કોઈ કારણ વગર જો વારંવાર તાવ આવે, તો એ ચિંતાનો વિષય હોય શકે છે. અમુક પ્રકારના કેન્સર, ખાસ કરીને બ્લડ કેન્સર, શરીરને બીમારીઓની સામે લડવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે, જેમાં વારંવાર તાવ અને ઇન્ફેક્શન્સ થઈ શકે છે. 

કોઈ પણ કારણ વિના વજન ઘટવો

જો ખોરાક અને કસરતમાં બદલાવ કરવાથી તરત જ વજન ખૂબ જ ઝડપથી ઘટવા લાગે, તો તે હળવામાં ન લ્યો. આચનક અથવા અજાણ્યામાં 5 કિલોગ્રામ કે તેનાથી વધુ વજન ઘટી જાય તો તે કેન્સર થવાના સામાન્ય શરૂઆતી લક્ષણો છે. આ લક્ષણો મોટાભાગે  પેટનું કેન્સર, ફેફસાનું કેન્સર અથવા અન્નનળીના કેન્સરમાં જોવા મળે છે.

સતત થાક અને નબળાઈ

સામાન્ય થાક આરામ કરવાથી ઠીક થઈ જતો હોય છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી અસામાન્ય રીતે થાક અનુભવો છો અને આરામ કર્યા પછી પણ એ દૂર નથી થતો તો આ ચિંતાનો વિષય છે. કેન્સર કોષો પોષક તત્વોનો ઉપયોગ કરીને વધે છે, જેનાથી શરીરમાં એનર્જીની ઉણપ વધી શકે છે. આ લક્ષણ ખાસ કરીને લ્યુકેમિયા અને કોલોન કેન્સરમાં જોવા મળે છે.

ત્વચામાં ફેરફાર

આપણી ચામડી શરીરની અંદર થઈ રહેલા બદલાવોને અરીસો દેખાડતી હોય છે. ત્વચાનો રંગ પીળો પડવો, તલના કદ, રંગ અથવા આકારમાં અચાનક ફેરફાર થવા, નવા તલ કે ફોલ્લીઓ દેખાવી, અથવા વાગ્યા પર રુજ ન આવવી તે બધા ત્વચાના કેન્સર અથવા અન્ય કેન્સરના સંકેતો હોઈ શકે છે. ત્વચા પીળી પડવી એ લીવર અથવા પૈંક્રિયાટિક કેન્સરનો સંકેત હોઈ શકે છે.

શરીરના કોઈપણ ભાગમાં સતત દુખાવો

શરીરના કોઈપણ ભાગમાં સતત દુખાવો જે સામાન્ય સારવારથી પણ સારો નથી થતો તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. સતત માથાનો દુખાવો મગજની ગાંઠ, પીઠનો દુખાવો કોલોરેક્ટલ અથવા ઓવેરિયન કેન્સરના અને સતત છાતીમાં દુખાવો એ ફેફસાના કેન્સરના લક્ષણ હોઈ શકે છે. હાડકામાં દુખાવો હાડકાના કેન્સર અથવા હાડકામાં ફેલાયેલા અન્ય કેન્સરનો સંકેત હોઈ શકે છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.