Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : The toothache will disappear in an instant.

Health Tips: દાંતનો દુખાવો પળવારમાં થઈ જશે ગાયબ! માત્ર 5 રૂપિયાનો આ ઘરેલુ ઉપાય છે અસરકારક

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips: દાંતનો દુખાવો પળવારમાં  થઈ જશે ગાયબ! માત્ર 5 રૂપિયાનો આ ઘરેલુ ઉપાય છે અસરકારક
સોર્સ : Google

દાંતનો દુખાવો વ્યક્તિને પરેશાન કરી નાખે છે. આ દુખાવો અચાનક શરૂ થઈ જાય છે અને ધીરે-ધીરે વધે છે. આ કારણે ઊંઘ પણ ઊડી જાય છે. દાંતમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે લોકો મોંઘી પેનકિલર લેતા હોય છે. પેનકિલર સ્વાસ્થ્યને લાંબે ગાળે અનેક રીતે નુકસાન કરી શકે છે. આમ, આજે અમે તમને દાદી-નાનીનાં જમાનાના નુસખા વિશે જણાવીશું. આ આયુર્વેદિક નુસખો તમને દાંતમાં થતા દુખાવામાંથી રાહત અપાવે છે. આ માટે તમારે માત્ર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે. માનવામાં આવે છે કે આ પેનકિલર કરતાં પણ વધારે અસરકારક છે. 

App Store

જરૂરી સામગ્રી

  • એક ચપટી કાળા મરી
  • એક ચપટી લવિંગનો પાઉડર
  • સરસિયાનાં તેલનાં ટીપાં

આ રીતે અસરકારક પેસ્ટ બનાવો

એક નાના બાઉલમાં કાળા મરી અને લવિંગનો પાઉડર લો. ત્યારબાદ આમાં 3થી 4 ટીપાં સરસિયાનાં તેલનાં મિક્સ કરો. આ ત્રણેય પ્રોપર રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને હાથમાં લઈને દાંત તેમજ પેઢા પર ધીરે ધીરે લગાવો. 20 મિનિટ સુધી આમ જ રહેવા દો અને પછી હુંફાળા પાણીથી કોગળા કરો. આ પેસ્ટથી તમને 20 મિનિટમાં રાહત થશે.

જાણો કેવી રીતે કામ કરે છે આ પાવરફૂલ પેસ્ટ?

આ પાવરફૂલ પેસ્ટ દુખાવાને નેચરલી રીતે આરામ અપાવે છે. આ એક એનેસ્થેટિક છે. આ દુખાવાનાં ભાગને સુન્ન કરી દે છે.
આ પાવરફૂલ એક નેચરલી રીતે કામ કરે છે જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આ ત્રણેય વસ્તુઓ મિક્સ કરવાથી નેચરલ મલ્ટી એક્શન ફોર્મૂલા બને છે.
સરસિયાનાં તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે દાંત માટે અનેક રીતે ગુણકારી છે.
કાળા મરીમાં પિપેરિન નામનું તત્વ હોય છે. આ એક નેચરલ પેનકિલર છે. આ પેઢાનું બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેના કારણે દુખાવાનું સિગ્નલ બ્રેન સુધી ઓછું પહોંચે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.