Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Joint pain persists in the cold of winter

Health Tips: શિયાળાની ઠંડીમાં સાંધાનો દુખાવો રહે છે? તો દવા વગર રાહત મેળવવા આ ટિપ્સ અપનાવો

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips: શિયાળાની ઠંડીમાં સાંધાનો દુખાવો રહે છે? તો દવા વગર રાહત મેળવવા આ ટિપ્સ અપનાવો
સોર્સ : GSTV

ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણમાં સામાન્ય બદલાવો આવી ગયો છે. ઠંડીની શરૂઆત થતાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. જો કે ઠંડીની શરૂઆત થતાની સાથે સાંધાના દુખાવાની તકલીફ લોકોમાં વધી રહી છે. ખાસ કરીને આ સમસ્યાને આર્થરાઇટિસ કહેવામાં આવે છે. ઠંડીમાં આર્થરાઇટિસના લોકો અનેક રીતે હેરાન થઈ જાય છે. ઠંડી વધતાની સાથે સાંધાનો દુખાવો, બેસવા-ચાલવામાં તકલીફ તેમજ બીજી અનેક ઘણી સમસ્યા થાય છે. આમ, તમને પણ ઠંડીમાં સાંધાનો દુખાવો વધારે થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપાયો વિશે જાણી લો.

App Store

ઠંડીમાં બેસી રહેવાની મજા આવે છે, પરંતુ તમે એક્ટિવ રહેતા નથી તો આ સમસ્યા વધી શકે છે. આર્થરાઇટિસનો દુખાવો થાય છે અને તમે કંટાળી ગયા છો તો ઠંડીમાં સામાન્ય એક્સરસાઇઝ કરો. આ માટે તમે એક્સપર્ટની સલાહ લઈ શકો છો. દિવસમાં 15થી 30 મિનિટ એક્સરસાઇઝ કરવાની આદત પાડો.

ડીમાં ખાસ કરીને ફ્રૂટ, શાકભાજી, લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ શામેલ છે. હળદર, આદુ અને લીલા શાકભાજીને ડાયટમાં એડ કરો. આ માટે તમે હર્બલ ચા પણ પી શકો છો. અખરોટ, બદામ, અળસી જેવા ડ્રાય ફ્રૂટ્સ તમે ડાયટમાં એડ કરો. તમને ડાયાબિટીસ છે તો તમે ગળી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.

ઠંડીમાં દિવસ નાનો હોય છે જેની અસર મૂડ અને ઊંઘ પર પડી શકે છે. આ કારણે સાંધાના દુખાવામાં વધારો થઈ શકે છે. નિયમિત રીતે ઊંઘવાની આદત પાડો. ઊંઘતા પહેલાં ટીવી તેમજ ફોનનો ઉપયોગ કરવાનો ટાળો. દિવસ દરમિયાન તમે વિટામીન ડી લેવાનું રાખો.

તમને સતત ઢીંચણમાં દુખાવો થાય છે તો તમે કમ્ફર્ટેબલ શુઝ પહેરવાનું રાખો. આ માટે તમે ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની સલાહ લઈ શકો છો. કંપનીના પ્રોપર શુઝ તમને રાહત અપાવી શકે છે. તમને સતત ઢીંચણમાં દુખાવો થઇ રહ્યો છે તો તમે હીલ વાળા ચંપલ, શેન્ડલ તેમજ બીજા હેવી ચંપલ પહેરવાનું ટાળો.

ઠંડીમાં ખાસ કરીને મસલ્સ અને સાંધાનો દુખાવો વધારો થાય છે. આમ, ઠંડીમાં તમને પણ આ સમસ્યા થાય છે તો તમે ગરમ કપડાં પહેરવાનું રાખો. આ માટે તમે ગરમ મોજા, સ્વેટર તેમજ શાલ સાથે રાખો. આમ કરવાથી તમને દુખાવામાંથી રાહત મળી શકે છે. આ માટે તમે હીટ પેડથી શેક કરો. વધારે ઠંડીમાં બહાર નીકળવાનું ટાળો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.