Health Tips: સાવધાન! આ 5 ખોરાક ઘૂંટણના દુખાવાને બનાવી શકે છે ગંભીર

આજકાલ ઘૂંટણનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પહેલા આ તકલીફ માત્ર વૃદ્ધોમાં જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. સાંધાની નરમ ગાદી (કાર્ટિલેજ) ઘસાઈ જવી, શરીરમાં યુરિક એસિડ વધવાથી થતો ગાઉટ, લિગામેન્ટની ઈજા અથવા વધુ પડતા વજનને કારણે સાંધા પર પડતું દબાણ ઘૂંટણના દુખાવા માટે મુખ્ય કારણો છે.
તમારા આહારમાં રહેલી કેટલીક વસ્તુઓ આ દુખાવાને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
કેમ થાય છે ઘૂંટણમાં દુખાવો?
જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે, ત્યારે તે સ્ફટિક (Crystals) બનીને ઘૂંટણના કાર્ટિલેજ પાસે જામવા લાગે છે, જે અસહ્ય દુખાવાનું કારણ બને છે. આ ઉપરાંત જ્યારે શરીરમાં કોઈ ચેપ કે ઈજા થાય છે, ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ (Immunity) તેને ઠીક કરવા પ્રતિક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં આવતી સોજો અને ફ્રી રેડિકલ્સ ટિશૂઝને નુકસાન પહોંચાડે છે, જેનાથી દુખાવો વધી શકે છે.
વધારે ખાંડવાળી વસ્તુઓ: મીઠાઈઓ અને કોલ્ડ ડ્રિંક્સમાં રહેલી ખાંડ શરીરમાં સોજો (Inflammation) વધારે છે.
મેંદાની બનાવટો: બિસ્કિટ, બ્રેડ કે મેંદામાંથી બનેલી વસ્તુઓ સાંધાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
રેડ મીટ અને સેચ્યુરેટેડ ફેટ: પ્રોસેસ્ડ મીટ અને વધુ ચરબીયુક્ત ખોરાક યુરિક એસિડનું પ્રમાણ વધારી શકે છે.
જંક ફૂડ અને પેકેજ્ડ ફૂડ: ચિપ્સ, કુકીઝ અને અન્ય પેક્ડ ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ દુખાવો વધારે છે.
ઓમેગા-6 ફેટી એસિડ ધરાવતું તેલ: અમુક ચોક્કસ કુકિંગ ઓઈલ અને દારૂ પીવાની આદત પણ ઘૂંટણના જોખમને વધારે છે.
મીઠું (Sodium): શરીરમાં મીઠાનું પ્રમાણ વધવાથી કોષોમાં પાણી ભરાઈ રહે છે (Water Retention), જેના કારણે ઘૂંટણમાં સોજો અને દુખાવો વધી શકે છે.
ડૉક્ટરની સલાહ: ઘૂંટણના દુખાવાથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખવું અને સોજો વધારે તેવો ખોરાક ટાળવો ખૂબ જ જરૂરી છે.

