Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Stress can cause many health problems know how to manage it

Health Tips / વધુ પડતો સ્ટ્રેસ બની શકે છે હાર્ટ એટેક સહીતની આ સમસ્યાઓનું કારણ, જાણો તેને મેનેજ કરવાની રીત

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips / વધુ પડતો સ્ટ્રેસ બની શકે છે હાર્ટ એટેક સહીતની આ સમસ્યાઓનું કારણ, જાણો તેને મેનેજ કરવાની રીત
સોર્સ : GSTV

આજની ઝડપી જીવનશૈલીમાં, સ્ટ્રેસ એક સામાન્ય સ્થિતિ બની ગઈ છે. સંપૂર્ણપણે સ્ટ્રેસ ફ્રી રહેવું શક્ય નથી, પરંતુ જો સ્ટ્રેસ વધવા લાગે અને લાંબા સમય સુધી રહે, તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. સતત રહેતા તણાવને ક્રોનિક સ્ટ્રેસ કહેવામાં આવે છે.

App Store

જો સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે, તો ઘણી બીમારીઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે વધુ પડતા સ્ટ્રેસને કારણે કયા રોગો થઈ શકે છે અને તેનાથી બચવા માટે સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવો.

સ્ટ્રેસથી થતા રોગો

હૃદય રોગ - સતત સ્ટ્રેસમાં રહેવાથી બ્લડ પ્રેશર વધે છે, હૃદયના ધબકારા વધે છે અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધે છે. આનાથી ધમનીઓને નુકસાન થઈ શકે છે, કોલેસ્ટ્રોલનું સ્તર બગડી શકે છે અને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે.

પાચનતંત્રની સમસ્યાઓ - સ્ટ્રેસ પેટ અને આંતરડાને સીધી અસર કરે છે. આનાથી એસિડિટી, હાર્ટબર્ન, ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) અને અલ્સર જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક લોકોને ભૂખ ન લાગવાની અથવા વધુ પડતું ખાવાની આદત પડે છે.

મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર -  સ્ટ્રેસ એ ચિંતા અને હતાશાના સૌથી મોટા કારણોમાંનું એક છે. તે ઊંઘની પેટર્નમાં ખલેલ પહોંચાડે છે, ફોકસ ઓછું કરે છે, ચીડિયાપણું વધારે છે અને ક્યારેક ગંભીર બર્નઆઉટનું કારણ બને છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી - લાંબા ગાળાનાસ્ટ્રેસથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા નબળી પડે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને વારંવાર શરદી, ઇન્ફેકશન અને અન્ય રોગો થવા લાગે છે.

ડાયાબિટીસનું જોખમ - સ્ટ્રેસ શરીરની બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે. તે ઇન્સ્યુલિન પ્રતિકાર વધારી શકે છે, જેનાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે.

નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ - સ્ટ્રેસ માથાનો દુખાવો અને માઈગ્રેનના હુમલાને ઉત્તેજિત કરી શકે છે. લાંબા ગાળાનો સ્ટ્રેસ મગજની રચના અને યાદશક્તિને પણ અસર કરે છે.

ત્વચા અને વાળની ​​સમસ્યાઓ -  સ્ટ્રેસ ખરજવું, સોરાયસિસ, પિમ્પલ્સ અને ચહેરા પર કરચલીઓ વધારી શકે છે. આ ઉપરાંત, વાળ ખરવા અને સફેદ થવા પણ તણાવ સાથે સંકળાયેલા છે.

સ્ટ્રેસ મેનેજ કરવા માટે શું કરવું?

સ્ટ્રેસને સંપૂર્ણપણે દૂર નથી કરી શકાતો, પરંતુ તેને યોગ્ય રીતે મેનેજ કરીને, સ્વસ્થ જીવન જીવી શકાય છે.

નિયમિત કસરત - દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ જેમ કે ઝડપી ચાલવું, દોડવું, યોગા અથવા ડાન્સ, શરીરમાં હેપ્પી હોર્મોન્સ રિલીઝ કરે છે, જે સ્ટ્રેસ ઘટાડવામાં ખૂબ અસરકારક છે.

સ્વસ્થ ડાયટ અને ઊંઘ - પૌષ્ટિક ખોરાક લો અને દરરોજ ઓછામાં ઓછા 7-8 કલાક ઊંઘ લો. ઊંઘ એ શરીર અને મનને સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

શોખ માટે સમય કાઢો - વાંચન, ગીતો સાંભળવા, બાગકામ વગેરે જેવા તમારા મનપસંદ શોખ માટે સમય કાઢો. મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો, તમારી લાગણીઓ શેર કરો.

પ્રોફેશનલની મદદ મેળવો: જો સ્ટ્રેસ વધારે અને નિયંત્રણ બહાર લાગે, તો થેરેપિસ્ટ અથવા ડોક્ટર સાથે વાત કરો.