Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Stop Spending on Medicines in Monsoon! If you eat pears, diseases will stay away

VIDEO: ચોમાસામાં દવાઓ પાછળ ખર્ચ કરવાનું બંધ કરો! નાસપતી ખાશો તો બીમારીઓ રહેશે કોસો દૂર

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફળો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. તે શરીરને ફાઇબર પૂરું પાડવાની સાથે અનેક પ્રકારના રોગોથી પણ રક્ષણ આપે છે. ચોમાસાની ઋતુમાં એક ખાસ લીલું ફળ એવું છે જેને 'અમૃત ફળ' માનવામાં આવે છે- તે છે નાસપતી.

App Store

નાસપતી એક મોસમી ફળ છે, તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક સાબિત થાય છે. નાસપતી માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. આયુર્વેદમાં તેને 'બળવર્ધક ફળ' તરીકે ઓળખવામાં આવે છે. નાસપતીમાં ફોલેટ, વિટામિન C અને પૉલીફેનોલ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ્સ જોવા મળે છે. જાણો નાસપતી ફળ ખાવાના ફાયદા.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

નાસપાતીમાં હાજર પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

નાસપતીમાં વિટામિન-C અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

પાચનતંત્રને મજબૂત બનાવે છે

નાસપાતીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓ દૂર કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

આ ફળ ઓછી કેલરી અને હાઈ ફાઇબરથી ભરપૂર હોય છે. તેને ખાવાથી ભૂખને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને મેટાબોલિઝ્મને પણ મજબૂત બને છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક

નાસપાતીમાં જોવા મળતા વિટામિન અને પોષક તત્વો ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને પોષણ આપે છે.

નાસપતીના અન્ય ફાયદા

નાસપતી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફળ ખાવાથી હાડકાં પણ મજબૂત બને છે અને તે વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે.