VIDEO: કુદરતના અણમોલ રત્નો : આ 6 વૃક્ષો આપે છે સૌથી વધુ ઓક્સિજન, તમારા ઘરમાં આજે જ વાવો!
પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટે વૃક્ષો આપણી પૃથ્વીનું અમૂલ્ય ઘરેણું છે. પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં અમુક ખાસ છોડ અને વૃક્ષો માનવજાત માટે સાચા અર્થમાં 'વરદાન' સાબિત થયા છે. આ એવા કુદરતી ફિલ્ટર્સ છે જે માત્ર હવાને શુદ્ધ નથી કરતા, પરંતુ ઓક્સિજનનો અખૂટ સ્ત્રોત બનીને જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. આ એવા ૬ વૃક્ષો છે જે તમને અવારનવાર આજુબાજુ જોવા મળી જશે. જો તમારા બગીચામાં આ વૃક્ષો નથી, તો તેને તરત જ વાવો. આ વૃક્ષો તમને પણ સ્વસ્થ રાખશે અને તમારા વાતાવરણને પણ શુદ્ધ રાખશે.
1. પીપળો (Peepal Tree)
ધાર્મિક મહત્વ: હિન્દુ ધર્મમાં તેને પીપળો અને બૌદ્ધ ધર્મમાં તેને 'બોધી ટ્રી' (Bodhi Tree) તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધને આ જ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
વિશેષતા: પીપળાનું વૃક્ષ 60 થી 80 ફૂટ સુધી ઊંચું હોઈ શકે છે. આ વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે, એટલા માટે જ પર્યાવરણવિદો વારંવાર પીપળાનું વૃક્ષ વાવવાની સલાહ આપે છે.
2. વડ (Banyan Tree)
ધાર્મિક મહત્વ: હિન્દુ ધર્મમાં વડના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહેવાય છે.
વિશેષતા: વડનું વૃક્ષ ખૂબ જ વિશાળ અને લાંબુ હોઈ શકે છે. આ વૃક્ષ કેટલો ઓક્સિજન આપશે, તેનો આધાર તેની છાયા કેટલી મોટી છે તેના પર રહેલો છે.
૩. લીમડો (Neem Tree)
વિશેષતા: લીમડાને સદાબહાર (એવરગ્રીન) વૃક્ષ માનવામાં આવે છે. પર્યાવરણવિદોના મતે આ એક 'નેચરલ એર પ્યુરિફાયર' (કુદરતી હવા શુદ્ધિકરણ યંત્ર) છે.
ઓક્સિજન અને શુદ્ધતા: આ વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર અને નાઇટ્રોજન જેવા પ્રદૂષિત વાયુઓને સોષીને ઓક્સિજન મુક્ત કરે છે. તેની પાંદડાઓની રચના એવી હોય છે કે તે મોટી માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. તેથી આસપાસની હવા શુદ્ધ રાખવા માટે વધુમાં વધુ લીમડા વાવવાની સલાહ અપાય છે.
3. અશોકનું વૃક્ષ (Ashoka Tree)
વિશેષતા: અશોકનું વૃક્ષ એક નાનું વૃક્ષ છે જેની જડ એકદમ સીધી હોય છે. તે માત્ર ઓક્સિજન જ નથી આપતું, પરંતુ તેના ફૂલો પર્યાવરણને સુગંધિત રાખે છે અને સુંદરતા વધારે છે.
ફાયદા: ઘરમાં અશોકનું વૃક્ષ લગાવવાથી તે બીમારીઓને દૂર રાખે છે. આ વૃક્ષ ઝેરી વાયુઓ ઉપરાંત હવામાં રહેલા અન્ય દૂષિત રજકણોને પણ સોષી લે છે.
5. અર્જુનનું વૃક્ષ (Arjun Tree)
ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ: આ વૃક્ષ હંમેશા લીલુંછમ રહે છે અને તેના અનેક આયુર્વેદિક ફાયદા છે. તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે, કહેવાય છે કે આ માતા સીતાનું મનપસંદ વૃક્ષ હતું.
વિશેષતા: તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય દૂષિત વાયુઓને સોષીને તેને ઓક્સિજનમાં બદલી નાખે છે.
6. જાંબુનું વૃક્ષ (Jamun Tree)
વિશેષતા: ભારતીય આધ્યાત્મિક કથાઓમાં ભારતને 'જંબૂદ્વીપ' એટલે કે જાંબુની ધરતી તરીકે પણ ઓળખવામાં આવી છે. આ વૃક્ષ 50 થી 100 ફૂટ સુધી લાંબુ હોઈ શકે છે.
ફાયદા: સ્વાદિષ્ટ ફળ આપવાની સાથે આ વૃક્ષ હવામાંથી સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન જેવા ઝેરી વાયુઓ તેમજ અન્ય દૂષિત કણોને પોતાનામાં સમાવી લે છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
જ્યારે કોવિડ-19દરમિયાન ઓક્સિજનનું સંકટ ઊભું થયું હતું, ત્યારે સોશિયલ મીડિયાથી લઈને બધે જ વૃક્ષો વાવવાની ચર્ચા શરૂ થઈ હતી. વૃક્ષોને પૃથ્વી પર ઓક્સિજનનો સૌથી શ્રેષ્ઠ અને એકમાત્ર સ્ત્રોત માનવામાં આવે છે.
"જો આપણે પહેલાથી જ વધુમાં વધુ વૃક્ષો વાવ્યા હોત, તો આજે ઓક્સિજનની આટલી અછત સર્જાઈ ન હોત. જ્યાં સુધી તમારા પર્યાવરણમાં કુદરતી ઓક્સિજન નહીં હોય, ત્યાં સુધી તમે કોઈ પણ ફેક્ટરી કે પ્લાન્ટમાં પણ જરૂરિયાત મુજબનો ઓક્સિજન ઉત્પન્ન નહીં કરી શકો. તેથી વૃક્ષો વાવવા પર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે, તેમ ડોક્ટરે જણાવ્યું હતું.

