Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Is it beneficial to eat carrots or radishes in winter?

Health Tips : શિયાળામાં ગાજર ખાવા લાભદાયી છે કે મૂળા? અહીં જાણો બન્નેના ફાયદા

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : શિયાળામાં ગાજર ખાવા લાભદાયી છે કે મૂળા? અહીં જાણો બન્નેના ફાયદા
સોર્સ : gatv

શિયાળાની મોસમમાં બજારમાં તાજા શાકભાજી ભરપૂર હોય છે, જેમાં ગાજર અને મૂળા સૌથી વધુ ખવાય છે. બંને શાકભાજી વિટામિન, મિનરલ અને ફાઇબરથી ભરપૂર હોય છે અને શરીરને ગરમ રાખવા સાથે ઘણા પોષક લાભ આપે છે. પરંતુ આ શાકભાજી ખાતા સમયે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ખોટી રીતે સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

App Store

શિયાળાની મોસમમાં ગાજર ખાવાથી આંખોને ફાયદો થાય છે, કારણ કે ગાજરમાં બીટા-કેરોટીન ભરપૂર હોય છે, જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે અને અંધાળપણું જેવી સમસ્યાઓને ઘટાડે છે.

આ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ગાજરમાં રહેલા વિટામિન A, C અને એન્ટીઑકિસડન્ટ્સ શરીરની ઇમ્યુનિટી મજબૂત કરે છે, જે શિયાળામાં થતી શરદી-ખાંસીથી બચાવમાં મદદરૂપ છે.

ડોક્ટરના મતે, ગાજર હૃદયના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે ગાજરમાં રહેલા ફાઇબર અને પોટેશિયમ હૃદયની ધડકનને નિયંત્રિત રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ગાજર શિયાળામાં ત્વચાને ગ્લો આપવા, ડ્રાયનેસ ઘટાડવા અને સ્કિનને અંદરથી પોષણ આપવા માટે મદદ કરે છે, તેથી તે દરરોજ લેવો જોઈએ.

મૂળામાં ભરપૂર ફાઇબર હોવાથી તે કબજિયાત, ગેસ અને અજીર્ણને દૂર કરે છે. ઓછી કેલરી અને વધુ ફાઇબરના કારણે મૂળા વજન ઘટાડવા ઇચ્છુક લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. મૂળા શરીરની ગરમી વધારવામાં અને અંદર જમા થયેલા બળગમને બહાર કાઢવામાં મદદરૂપ છે. મૂળા લિવર માટે લાભકારી છે અને શરીરમાંથી ટૉક્સિન દૂર કરે છે. તે સલાડના રૂપમાં ખાવાથી શરીરને પૂરતા પોષક તત્વો મળી શકે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.