Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Do you feel colder than other people?

Health Tips : શું તમને બીજા લોકો કરતા વધારે ઠંડી લાગે છે? શરીરમાં હોઇ શકે છે આ વિટામિન્સની ઉણપ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : શું તમને બીજા લોકો કરતા વધારે ઠંડી લાગે છે? શરીરમાં હોઇ શકે છે આ વિટામિન્સની ઉણપ
સોર્સ : gstv

ઠંડીની સિઝનમાં ઠંડી લાગવી સામાન્ય બાબત છે. પરંતુ ઘણાં લોકોને બીજાની તુલના કરતા વધારે ઠંડી લાગતી હોય છે. આટલું જ નહીં ઘણાં લોકો ઘરમાં હીટરનો પણ ઉપયોગ કરતા હોય છે. હાથ-પગ બરફ જેવા થઇ જાય એ બહુ ઓછાં લોકો સહન કરી શકતા હોય છે. આમ, તમને પણ ઠંડી વધારે લાગે છે તો આ માહિતી ખાસ તમારા માટે છે. આ વિશે આયુર્વેદિક ડોક્ટર જણાવે છે કે વધારે ઠંડી લાગવી માત્ર નબળાઇને કારણે જ નહીં, પરંતુ આ પાછળ કેટલાક કારણો છુપાયેલા હોય છે. તો જાણો આ કારણો વિશે. આ સાથે જાણો શરીરને કેવી રીતે ગરમ રાખશો.

App Store

વધારે ઠંડી કેમ લાગે છે?

ડોક્ટર જણાવે છે કે આયરનની ઉણપ એક મોટું કારણ હોય છે જેનાં કારણે શરીરમાં ઠંડક વધે છે. આયરનની કમીથી હિમોગ્લોબિન ઓછું થઇ જાય છે જેનાં કારણે શરીરમાં લોહી દ્વારા ઓક્સિજનની સપ્લાય ઘટી જાય છે. આ કારણે મેટાબોલિઝમ સ્લો થાય છે અને શરીર ઓછી ગરમી પેદા કરે છે. સામાન્ય રીતે લોકોને થાક અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.

વિટામીન બી12ની ઉણપ

વિટામીન બી12 પણ શરીરમાં લોહી બનાવવા અને ઓક્સિજન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કમીને કારણે શરીરની હીટ જનરેટ કરવાની ક્ષમતા ઓછી થઇ જાય છે જેનાં કારણે હાથ-પગ ઠંડા રહે છે. આ સાથે ખાલી ચઢવી, થાક લાગવો, ભૂલી જવાની સમસ્યા જેવા લક્ષણો જોવા મળતા હોય છે.

વધારે ઠંડી લાગે તો શું કરશો?

ડાયટમાં આયરનથી ભરપૂર ખોરાક એડ કરો, જેમ કે ચણા, ગોળ, ખજૂર વગેરે. આ સાથે વિટામીન સી લેવાનું રાખો. આ એક બેસ્ટ ઉપાય છે. આ સાથે ડાયટમાં તમે પનીર, દહીં, ઇંડા અને નોન વેજ લઇ શકો છો. જરૂર પડે તો તમે ડોક્ટરની સલાહથી સપ્લીમેન્ટ પણ લઇ શકો છો. ડોક્ટરની સલાહ વગર કોઇપણ પ્રકારનાં સપ્લીમેન્ટ જાતે લેવા નહીં.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.