Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : How to keep the liver and digestive system healthy

VIDEO : કુદરતી ડિટોક્સ એજન્ટ છે  આ મસાલો: જાણો કેવી રીતે લિવર અને પાચનતંત્રને રાખે છે એકદમ હેલ્ધી

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આ ગરમ મસાલામાં વપરાતો એક ખાસ ઘટક છે, જેનો ઉપયોગ પુલાવ જેવી વાનગીઓમાં કરવામાં આવે છે. તેનો સ્વાદ સહેજ મીઠો અને તીખો હોય છે, જે રસોઈનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે. રસોઈ સિવાય જાયફળમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપે છે. અહીં દાદી-નાનીના જમાનાના એવા  નુસખાઓ છે જે હેલ્થ માટે વરદાનરૂપ છે:

App Store

લિવર અને પાચન માટે વરદાન

જાયફળ પાચનતંત્ર (Dastive System)ને સુધારવામાં મદદ કરે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ ઉપરાંત, તે લિવરને ડિટોક્સ (ઝેરી તત્વો દૂર કરવા) કરવામાં પણ ખૂબ મદદરૂપ છે.

સ્નાયુ અને સાંધાના દુખાવામાં રાહત

જાયફળમાં કુદરતી રીતે દુખાવો ઓછો કરવાના ગુણો હોય છે. તેના સેવનથી અથવા તેના તેલના ઉપયોગથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં નોંધપાત્ર રાહત મળી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય (Mental Health)

જાયફળમાં એવા તત્વો જોવા મળે છે જે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. તે તણાવ (Stress), ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે અને મનને શાંત રાખે છે.

અનિદ્રાની સમસ્યામાં રામબાણ

જે લોકો રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે, તેમના માટે જાયફળ ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે ગરમ દૂધમાં ચપટી જાયફળનો પાવડર નાખીને પીવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.

ત્વચા માટે ફાયદાકારક

જાયફળના એન્ટી-બેક્ટેરિયલ ગુણો ત્વચા માટે પણ અદ્ભુત કામ કરે છે. તે ખીલ (Acne)ને દૂર કરવામાં અને ત્વચા પરના ડાઘ-ધબ્બા ઘટાડીને કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે.

નોંધ: આ લેખ ફક્ત તમને જાગૃત કરવાના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સમસ્યા અથવા તબીબી સ્થિતિ સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.