Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : How deadly is room freshener spray? Find out which diseases it can cause

કેટલો ઘાતક છે રૂમ ફ્રેશનર સ્પ્રે? જાણી લો તેનાથી કઈ બીમારીઓ થવાનું રહે છે જોખમ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
કેટલો ઘાતક છે રૂમ ફ્રેશનર સ્પ્રે? જાણી લો તેનાથી કઈ બીમારીઓ થવાનું રહે છે જોખમ
સોર્સ : gstv

ઘર, ઓફિસ અને કારમાં સારી સુગંધ માટે લોકો રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. તેની તીવ્ર સુગંધ થોડા સમય માટે ઓરડાની દુર્ગંધને દૂર કરી દે છે, પરંતુ તેમાં રહેલાં કેટલાક કેમિકલ શરીર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને બંધ રૂમમાં તેનો વધારે પડતો ઉપયોગ શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જી જેવી સમસ્યાઓને વધારી શકે છે. તેથી રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

App Store

રૂમ ફ્રેશનરમાં શું હોય છે?

રૂમ ફ્રેશનરમાં સુગંધ આપવા માટે વિવિધ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે બાષ્પશીલ કાર્બનિક સંયોજનો (VOCs) જે હવાને તાજી કરવાનું કામ કરે છે. આ સિવાય ડાઈક્લોરોબેન્ઝીન જેવા અન્ય પણ ઘણાં કેમિકલ્સ હોય છે. રૂમ ફ્રેશનર સ્પ્રે કરવા પર આ ખૂબ જ ઝીણા કણોના રૂપમાં હવામાં ફેલાઈ જાય છે અને થોડા સમય સુધી ઓરડાની હવામાં રહે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કણો આપણા શરીરની અંદર જાય છે. દરેક વ્યક્તિ પર તેની અસર અલગ-અલગ હોય છે, પરંતુ વધારે પ્રમાણમાં તેના સંપર્કમાં આવવાથી આંખો, નાક અને ગળામાં બળતરા થઈ શકે છે. કેટલાક લોકોને માથાનો દુખાવો, ચક્કર કે બેચેની પણ અનુભવાય છે. બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકોને તીવ્ર સુગંધવાળા સ્પ્રે વધુ હેરાન કરી શકે છે.

વધારે પડતા ઉપયોગથી થઈ શકે છે શ્વાસની તકલીફ

રૂમ ફ્રેશનરનો સતત અને વધારે પડતો ઉપયોગ કરવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. જે લોકોને પહેલેથી જ અસ્થમા કે એલર્જી છે, તેમનામાં સ્પ્રેની તીવ્ર સુગંધ ઉધરસ, છાતીમાં જકડન અને શ્વાસ લેવામાં તકલીફ વધારી શકે છે. રૂમમાં સ્પ્રે કર્યા પછી તરત જ ત્યાં લાંબો સમય રહેવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. ખાસ કરીને નાનકડા અને બંધ રૂમમાં સ્પ્રે કરવાથી હવામાં તેનું પ્રમાણ વધુ સમય સુધી જળવાઈ રહે છે. તેથી ઓરડામાં રૂમ ફ્રેશનરનો ઉપયોગ કર્યા પછી બારી કે દરવાજો ખોલીને હવાની અવરજવરનો માર્ગ બનાવવો વધુ સારો માનવામાં આવે છે. આનાથી રૂમની હવા બહાર નીકળે છે અને તાજી હવા અંદર આવે છે.

ઉપયોગ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

રૂમ ફ્રેશનરનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

તેને સીધું ચહેરા, આંખો કે ત્વચા પર સ્પ્રે ન કરો.

રસોઈ બનાવવાની જગ્યા અને બાળકોની આસપાસ પણ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ.

જો સ્પ્રે કર્યા પછી ઉધરસ, આંખોમાં બળતરા, માથાનો દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય તો તેનો ઉપયોગ બંધ કરી દેવો વધુ હિતાવહ છે.

ઘરમાં સુગંધ માટે ઓરડાની સફાઈ અને હવાની યોગ્ય અવરજવર (વેન્ટિલેશન) સૌથી સરળ ઉપાય છે. બારીઓ ખોલવાથી અને રૂમને સાફ રાખવાથી દુર્ગંધ ઘટાડવામાં મદદ મળે છે.

જો કોઈ વ્યક્તિને રૂમ ફ્રેશનરના ઉપયોગ પછી વારંવાર શ્વાસની તકલીફ થાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

નોંધ :  આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News