Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Fitness icon Akshay Kumar's revelation

Health News : ફિટનેસ આઇકોન અક્ષય કુમારનો ખુલાસો: વજન નહીં પણ આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને કારણે સમોસા છોડ્યા

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
Health News : ફિટનેસ આઇકોન અક્ષય કુમારનો ખુલાસો: વજન નહીં પણ આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને કારણે સમોસા છોડ્યા
સોર્સ : gstv

મોસાનું નામ સાંભળીને મોઢામાં પાણી ન આવે એવું તો ભાગ્યે જ બને. જોકે, કેટલાક લોકો પોતાના મન પર કાબૂ રાખીને સમોસાથી અંતર જાળવી રાખે છે. કોઈકને મેદસ્વીપણું વધવાની ચિંતા હોય છે, તો કોઈક ડાયટિંગ કે અન્ય કારણોસર સમોસા ખાતા નથી. આવો જ એક ખુલાસો થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કર્યો હતો, જ્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે છેલ્લા 15 વર્ષથી સમોસા ખાધા નથી.

App Store

ટીવી શો ‘Wheel of Fortune’માં સમોસાને લઈને રસપ્રદ ખુલાસો કરતા અભિનેતા અક્ષય કુમારે કહ્યું, ‘મેં 15 વર્ષથી એક પણ સમોસું ખાધું નથી.’ અક્ષયે આગળ જણાવ્યું કે, ‘આ ડાયટિંગ કે વજન વધવાને કારણે નથી. સમોસા ખાવાથી મને ખૂબ જ એસિડિટી થઈ જાય છે, જે મને ઘણી પરેશાન કરે છે. તેથી મેં 15 વર્ષ પહેલાં જ તે છોડી દીધા.’

મોટાભાગના લોકો જાણે છે કે અક્ષય કુમાર પોતાની ફિટનેસ અને શિસ્ત માટે જાણીતા છે. તેઓ સવારે વહેલા ઉઠે છે, ભારે વર્કઆઉટ કરે છે અને કડક ડાયટ ફોલો કરે છે. પરંતુ આ વખતે તેમણે સ્પષ્ટ કહ્યું કે સમોસાથી દૂર રહેવું એ તેમનો સ્વાસ્થ્ય સંબંધી નિર્ણય છે, નહીં કે માત્ર બોડી બનાવવાનો પ્રયાસ. એવામાં સવાલ થાય છે કે શું ખરેખર સમોસાથી એસિડિટી થાય છે? સમોસામાં એવું શું હોય છે જે નુકસાન કરે છે? જાણો અહીં...

ડાયટિશિયન કહે છે કે સમોસા એસિડિટી કરી શકે છે તેની પાછળ અનેક કારણો છે. સમોસા ડીપ ફ્રાય હોય છે અને તે મેદામાંથી બને છે. તેમાં બટાકાની સાથે ઘણા બધા મસાલા પણ ઉમેરવામાં આવે છે, તેથી તેને પચાવવા માટે પેટમાં વધારાનું એસિડ બને છે જે રિફ્લક્સ થઈને છાતીમાં બળતરા અને એસિડિટી પેદા કરે છે. અવારનવાર જોવા મળે છે કે સમોસા ખાવાથી ઘણા લોકોને ગળામાં ભયંકર બળતરા, ખાટા ઓડકાર અને ભૂખ ન લાગવાની સમસ્યા ઊભી થાય છે.

આ સિવાય સમોસામાં બીજી એક ખરાબ બાબત એ છે કે જે તેલમાં સમોસા તળવામાં આવે છે, તે વારંવાર ગરમ થાય છે, બળે છે અને ફરીથી વપરાતું રહે છે. અવારનવાર દુકાનોમાં ખાદ્ય તેલનો અનેકવાર ઉપયોગ કરવામાં આવે છે. આ તેલ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

વારંવાર વપરાતું તેલ લોકોમાં કેન્સર, હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વીતા જેવી સમસ્યાઓ વધારી શકે છે. વધુ પડતા પ્રમાણમાં આવું તેલ વાપરવાથી શરીરમાં સોજા, કોલેસ્ટ્રોલ અને ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે. આ ઉપરાંત, તળવા માટે વપરાતા તેલને ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી ટ્રાન્સ ફેટ, એલ્ડીહાઈડ અને ફ્રી રેડિકલ્સ બનતા જાય છે જે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે.

નોંધ :આ હેલ્થ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.