Health Tips : શું તમને યુરિક એસિડની તકલીફ છે? તો જાણો તેને મટાડવાના સરળ ઉપાય

આજની બદલાતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે શરીરમાં યુરિક એસિડ (Uric Acid) વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે, ત્યારે તે સ્ફટિકો (Crystals)ના સ્વરૂપમાં સાંધામાં જમા થવા લાગે છે, જેના કારણે અસહ્ય દુખાવો, સોજા અને ચાલવામાં તકલીફ પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોવ, તો તમારા રસોડામાં રહેલી કોથમીર (Coriander) તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.
કોથમીર માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતી, પરંતુ તે ઔષધીય ગુણોનો ભંડાર છે. કોથમીરમાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-કે ભરપૂર માત્રામાં હોય છે. તેના પાંદડામાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને બ્લડ પ્યુરિફાય કરવામાં મદદ કરે છે. કોથમીરની ચટણીથી કરો યુરિક એસિડ કંટ્રોલ, કારણ કે તે એક દવાની જેમ કામ કરે છે. કોથમીરની ચટણીનું સેવન કરવાથી પેશાબ વધુ બને છે, જેના કારણે યુરિક એસિડ સરળતાથી શરીરની બહાર નીકળી જાય છે.
કેવી રીતે બનાવવી હેલ્થ સ્પેશિયલ ચટણી?
સામાન્ય ચટણી કરતા આ હેલ્થ સ્પેશિયલ ચટણી થોડી અલગ રીતે બનાવવામાં આવે છે જેથી તેનો મહત્તમ લાભ મળી શકે. યુરિક એસિડ માટે સ્પેશિયલ 'લીલી ચટણી' બનાવવા સૌથી પહેલા તાજી કોથમીર, આદુનો નાનો ટુકડો, લીલા મરચાં, થોડું જીરું અને સિંધવ મીઠું લેવાનું છે. યુરિક એસિડમાં ખાવામાં આવતી આ લીલી ચટણી બનાવવા માટે સૌથી પહેલા કોથમીર અને ફુદીનાના પાનને બરાબર ધોઈ લો. ત્યારબાદ તેમાં આદુ, લીલા મરચાં, લીંબુનો રસ, હીંગ અને પાણી ઉમેરીને બરાબર પીસી લો. પથ્થરના ખલ કે ખાંડણીથી પીસેલી ચટણી વધુ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તમે તેને મિક્સરમાં પણ પીસી શકો છો. યુરિક એસિડ ઘટાડવા માટે તમે આ ચટણી રોજ સવાર-સાંજ ભોજન સાથે ખાઈ શકો છો. આ ચટણી દાળ, રોટલી અને સલાડ સાથે લેવાથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.
'લીલી ચટણી'ના આયુર્વેદિક ફાયદાની વાત કરીએ તો, માત્ર દુખાવો જ નહીં, ઘણી બધી સમસ્યામાં રાહત મળે છે. કોથમીર કિડનીના ફિલ્ટરેશન રેટને સુધારે છે, જેથી યુરિક એસિડ પેશાબ વાટે સરળતાથી બહાર નીકળી જાય છે. સાંધામાં આવતા લાલ પડતા સોજા અને બળતરાને આ ચટણીના સેવનથી ઓછી કરી શકાય છે. આદુ અને કોથમીરનું મિશ્રણ મેટાબોલિઝમ વધારે છે, જે યુરિક એસિડ બનવાની પ્રક્રિયાને ધીમી કરે છે. યુરિક એસિડ ઘટાડવા માટે માત્ર ચટણી પૂરતી નથી, તેની સાથે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને પ્યુરિનયુક્ત ખોરાક જેમ કે દાળ, માંસ અને સીફૂડનું સેવન ઓછું કરવું જોઈએ. ચટણી સિવાય કોથમીરનું પાણી પણ જાદુઈ છે.
ખાસ નોંધ : આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. મહેરબાની કરીને નોંધ કરો, કોઈપણ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે gstv.in/ જવાબદાર રહેશે નહી.

