Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Consume this thing to keep your body warm from inside in winter

Health Tips : શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા આ વસ્તુનું કરો સેવન, આરોગ્ય માટે લાભદાયી

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા આ વસ્તુનું કરો સેવન, આરોગ્ય માટે લાભદાયી
સોર્સ : gstv

શિયાળો આવતાની સાથે જ, તમને ધાબળામાંથી બહાર નીકળવાનું મન થતું નથી. તેમજ ઠંડી તમને આળસુ બનાવે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. તેથી, તમારા શરીરને બહારથી ગરમ રાખવા ઉપરાંત, તેને અંદરથી ગરમ રાખવું પણ મહત્વપૂર્ણ છે. તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે તમારા પેટને ગરમ રાખે છે.

App Store

જમીનની અંદર થતા શાકભાજી, જેમ કે ગાજર, શક્કરિયા (sweet potato), બીટ ખાવાનું ભૂલશો નહીં. આ શાકભાજી ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તે તમારા પેટને ગરમ રાખે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી.

શરીરમાં કુદરતી ગરમી ઉત્પન્ન કરવા માટે બાજરી, રાગી, ઓટ્સ અને જુવારનું સેવન કરવું જોઈએ. આ ખોરાક ધીમે ધીમે પચાવે છે, જેનાથી શરીરને સતત ઊર્જા અને ગરમી મળતી રહે છે.

દરરોજ નાસ્તામાં બદામ, અખરોટ, ખજૂર અને તલની બનાવેલી વાનગી ખાવા જોઈએ તેમાં રહેલી ચરબી શરીરના તાપમાનને જાળવવામાં મદદ કરે છે. તેને તમે દૂધમાં ભેળવીને પણ પીઈ શકો છો.

શિયાળામાં દરરોજ 1 ચમચી ઘી ખાવાથી શરીર ગરમ રહે છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે, કારણ કે ઘી સાંધાને લુબ્રિકેટ કરે છે.

શિયાળામાં નારંગી, સફરજન અને દાડમ જેવા ફળો ખાઓ. આ વિટામિન C થી ભરપૂર હોવાથી શરદી-ઉધરસ સામે રક્ષણ આપે છે. શરીરને તરત ગરમી અને પોષણ આપવા મદદરુપ સાબિત થાય છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.