Health Tips : 1 મહિના સુધી દરરોજ દાળ-ભાત ખાવાથી શું આરોગ્યને લાભ થાય છે?

દાળ-ભાત ભારતીય ઘરોમાં સૌથી સામાન્ય અને વિશ્વાસું ભોજન માનવામાં આવે છે. આ ન ફક્ત સ્વાદમાં સાદું હોય છે, પણ પોષણની દ્રષ્ટિથી પણ ખૂબ જ સંતુલિત માનવામાં આવે છે. કેટલાય લોકો તેને વજન ઘટાડવા, પાચન સુધારવા અથવા શરીરને હળવું કરવા માટે સાદું ભોજન અપનાવતા હોય છે. આવા સમયે સવાલ એ થાય છે કે જો કોઈ વ્યક્તિ 1 મહિના સુધી ખાલી દાળ ભાત ખાય તો શરીર પર તેની કેવી અસર થાય અને શું તે ફાયદાકારક છે?
દાળ-ભાત પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું સારું કોમ્બિનેશન માનવામાં આવે છે. દાળથી શરીરને પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન મળે છે. જે મસલ્સને રિપેર અને ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવામાં મદદ કરે છે. તો વળી ભાત શરીરને તરત એનર્જી આપવાનું કામ કરે છે. જ્યારે તમે રોજ દાળ ભાત ખાઓ છો, તો શરીરને એક સિમ્પલ પણ સ્થિર એનર્જી સોર્સ મળે છે. જેનાથી થાક અને નબળાઈ ઓછી અનુભવાય છે. ખાસ કરીને ઓફિસ અથવા ફિઝિકલ વર્ક કરનારા માટે આ ડાયટ શરીરને લાંબા સમય સુધી એક્ટિવ બનાવી રાખી શકે છે.
જો એક મહિના સુધી દાળ ભાત ખાવામાં આવે તો પાચન તંત્ર પર તેની પોઝિટિવ અસર જોવા મળી શકે છે. સાદું અને ઓછું મસાલેદાર ભોજન પેટ પર વધારે પ્રેશર નથી આપતું. દાળમાં રહેલ ફાઈબર કબજિયાતની સમસ્યાને ઓછું કરવામાં મદદ કરે છે, જ્યારે ભાત પેટને ઠંડક આપે છે.
જે લોકોને ગેસ, એસિડિટી અથવા ભારેપણાની ફરિયાદ રહે છે, તેને આવી રીતે સાદી ડાયટથી રાહત મળી શકે છે. જો કે દાળને સારી રીતે પકાવવી અને યોગ્ય માત્રામાં ખાવી જરૂરી હોય છે.
વજનની દ્રષ્ટિથી પણ દાળ-ભાત ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તેને મર્યાદિત માત્રામાં અને ઓછા તેલ ઘી સાથે ખાવામાં આવે તો તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ ડાયટ લાંબા સમય સુધી પેટ ભરાયેલું અનુભવ કરાવે છે. જેનાથી વારંવાર સ્નેકિંગની આદત ઓછી થઈ જશે. 1 મહિના સુધી દાળ ભાત ખાવાથી શરીરમાં બિનજરૂરી કેલોરીનું ઇનટેક ઓછું થઈ શકે છે, જેનાથી વજન ધીમે ધીમે ઘટવા લાગે છે અને અથવા વધતું અટકે છે.
જો કે, ખાલી દાળ-ભાત પર નિર્ભર રહેવું બેલેસ્ડ ડાઈટ નથી. લાંબા સમય સુધી આવું કરવાથી શરીરમાં અમુક જરૂરી વિટામિન અને મિનરલ્સની કમી થઈ શકે છે. જેમ કે વિટામિન બી12, વિટામિન સી અને આયરન. એટલા માટે જો તમે 1 મહિના સુધી દાળ ભાત ખાવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સાથે સલાડ, દહીં, શાકભાજી અથવા ફળ પણ સામેલ કરતા રહો. તેનાથી શરીરની જરૂરી માઈક્રોન્યૂટ્રિએંટ્સ પણ મળતા રહે છે.
ખાસ નોંધ : આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. મહેરબાની કરીને નોંધ કરો, કોઈપણ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે gstv.in/ જવાબદાર રહેશે નહી.

