Health Tips: હાડકાંની મજબૂતી માટે ડાયટમાં એડ કરો આ 4 કેલ્શિયમ રિચ બ્રેકફાસ્ટ

વીગન ડાયટ ફોલો કરનારા લોકો માત્ર પ્લાન્ટ-બેઝ્ડ (વનસ્પતિજન્ય) ખોરાક જ લેતા હોય છે. આવા સંજોગોમાં શરીરમાં અમુક પોષક તત્વોની પૂર્તિ કરવી થોડી પડકારજનક બની શકે છે, પરંતુ જો તમને સાચી વસ્તુઓની જાણકારી હોય તો તમે વીગન ડાયટ પણ સરળતાથી ફોલો કરી શકો છો અને પોષક તત્વોની ઉણપ પણ નથી સર્જાતી. આ લેખમાં જુઓ બ્રેકફાસ્ટની એવી 5 વાનગીઓ જે કેલ્શિયમથી ભરપૂર છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે.
ટોફુ-પાલક ભુર્જી:
વીગન લોકો માટે કેલ્શિયમ રિચ ફૂડ્સની વાત કરીએ તો પાલક અને ટોફુનું કોમ્બિનેશન ખૂબ જ શ્રેષ્ઠ રહે છે, કારણ કે તેનાથી તમને કેલ્શિયમની સાથે પ્રોટીન પણ મળે છે. તમે સવારના નાસ્તામાં પાલક અને ટોફુની ભુર્જી બનાવીને ખાઈ શકો છો જે ખૂબ જ ઝડપથી બની જાય છે.
રાગીના ડોસા કે ચીલા:
કેલ્શિયમ માટે વીગન લોકો પોતાના આહારમાં અલગ-અલગ પ્રકારના અનાજ સામેલ કરી શકે છે. બ્રેકફાસ્ટ માટે રાગીના ડોસા કે ચીલા બનાવીને ખાઈ શકાય છે. વધુ પોષણ માટે તમે તેમાં ટોફુનું ફિલિંગ પણ કરી શકો છો.
બદામ-તલની સ્મૂધી:
નાસ્તામાં સ્મૂધી એક સારો વિકલ્પ છે કારણ કે તે બનાવવામાં ઓછો સમય લાગે છે. તમારે બદામના દૂધ સાથે તલને બ્લેન્ડ કરવાના છે. આમાં તમે ચિયા સીડ્સ, પમ્પકિન સીડ્સ અને સૂર્યમુખીના બીજ ઉમેરી શકો છો. તેનાથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
હેલ્ધી સલાડ:
બ્રેકફાસ્ટ અથવા વચ્ચે ભૂખ લાગે ત્યારે તમે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર સલાડ લઈ શકો છો. આ માટે કોબીજ, ટોફુ અને ફણગાવેલા અનાજ જેવી વસ્તુઓ મિક્સ કરીને હેલ્ધી સલાડ તૈયાર કરી શકાય છે. સ્વાદ માટે તમે તેમાં ઓલિવ્સ અને ચેરી ટોમેટો પણ ઉમેરી શકો છો.

