Valentine Week / ડેટ નાઈટ માટે આવી રીતે થાઓ તૈયાર, પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા ઉપયોગી થશે આ ટિપ્સ

વેલેન્ટાઈન વીક પ્રેમ, રોમાંસ અને ખાસ ક્ષણોની ઉજવણી કરવાનો એક અદ્ભુત સમય છે. આ સમય દરમિયાન, દરેક છોકરી ઈચ્છે છે કે તેની ડેટ નાઈટ પરફેક્ટ રહે અને તેના પાર્ટનરને ઈમ્પ્રેસ કરી શકે.
ભલે તે પહેલી ડેટ હોય કે લાંબા સમયથી ચાલતો સંબંધ, યોગ્ય તૈયારી તમારી ડેટને યાદગાર બનાવી શકે છે. આઉટફિટથી લઈને મેકઅપ, હેરસ્ટાઇલ અને આત્મવિશ્વાસ સુધી દરેક નાની વિગતો મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર છોકરીઓ શું પહેરવું, કેવી રીતે તૈયાર થવું અને ડેટ નાઈટ પર પોતાની જાતને કેવી રીતે રજૂ કરવી તે અંગે મૂંઝવણ અનુભવે છે.
જો તમે પણ વેલેન્ટાઈન વીક દરમિયાન તમારી ડેટ નાઈટને ખાસ બનાવવા માંગતા હોવ, તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક સરળ છતાં અસરકારક ટિપ્સને ફોલો કરીને તમે ફક્ત સુંદર લુક મેળવી શકો છો.
યોગ્ય પોશાક પસંદ કરો
ડેટ નાઈટ પર સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારો આઉટફિટમાં કમ્ફર્ટેબલ હોવો જોઈએ.
જો તમે રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર જઈ રહ્યા છો, તો ફ્લોઈ ડ્રેસ, કો-ઓર્ડ સેટ, બોડીકોન ડ્રેસ અથવા એલિગંટ સાડી શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે.
કેઝ્યુઅલ કોફી ડેટ અથવા મૂવી ડેટ માટે જીન્સ અને સ્ટાઇલિશ ટોપ અથવા કુર્તી પણ યોગ્ય છે.
આઉટફિટ પસંદ કરતી વખતે, સ્થળ, હવામાન અને તમારા શરીરના પ્રકારપર ધ્યાન આપો.
મેકઅપને સોફ્ટ અને ગ્લોઈંગ રાખો
ડેટ નાઈટ માટે ભારે અથવા વધુ પડતો મેકઅપ ટાળવો શ્રેષ્ઠ છે.
ન્યુડ અથવા ડ્યૂ બેઝ, હળવો બ્લશ અને કુદરતી આઈ મેકઅપ તમને ફ્રેશ લુક આપશે.
મસ્કારા અને આઈલાઈનરથી તમારી આંખોને ડિફાઇન કરો અને તમારા હોઠ માટે રેડ, પિંક અથવા ન્યુડ શેડ પસંદ કરો.
સોફ્ટ મેકઅપ તમારા કુદરતી ફીચર્સને વધારે હાઈલાઈટ કરે છે.
હેરસ્ટાઇલથી ચાર્મ વધારો
એક સારી હેરસ્ટાઇલ તમારા લુકને કમ્પ્લીટ કરે છે.
ખુલ્લા સોફ્ટ કર્લ્સ રોમેન્ટિક લુક બનાવે છે, જ્યારે લો બન એલિગંટ અને ક્લાસી લાગે છે.
જો તમે મોર્ડન અને કૂલ દેખાવ ઈચ્છતા હોવ, તો હાઈ પોનીટેલ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
તમારા વાળને ખૂબ ટાઈટ ન બાંધો, જેથી લુક નેચરલ દેખાય.
સુગંધ પર ખાસ ધ્યાન આપો
પરફ્યુમ તમારા વ્યક્તિત્વનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
ડેટ નાઈટ માટે હહળવી ફ્લોરલ, ફ્રુટી અથવા વેનીલા બેઝ્ડ ફ્રેગરેંસ પસંદ કરો.
ખૂબ જ તીવ્ર સુગંધ ટાળો, કારણ કે હળવી અંદ સોફ્ટ સુગંધ વધુ આકર્ષક હોય છે.
એક્સેસરીઝ મિનીમલ રાખો
એક્સેસરીઝ સમજદારીપૂર્વક પસંદ કરો.
વધુ પડતી એક્સેસરીઝ તમારા લુકને ભારે બનાવી શકે છે.
સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, પાતળી ચેઈન અથવા ક્લાસી બ્રેસલેટ તમારા આઉટફિટ સાથે યોગ્ય રહેશે.
ઘડિયાળ અથવા નાની ક્લચ બેગ પણ તમારા લુકને કમ્પ્લીટ કરે છે.

