શું તમે ધોયા વગર પહેરો છો નવા કપડા? તો થઈ શકે છે આવી સમસ્યાઓ, આજે જ બદલો આ આદત

નવો શર્ટ, નવો ડ્રેસ કે ટ્રેન્ડી ટી-શર્ટ બધું જ તમારી લાઈફસ્ટાઇલ અને ફેશન સેન્સને અપડેટ કરે છે. પરંતુ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે 'નવા કપડા પહેરતા પહેલા ધોવા જોઈએ'. જોકે, ઘણા લોકો આ સલાહને અવગણે છે અને નવા કપડા ધોયા વગર પહેરે છે.
પરંતુ શું તમે જાણો છો કે નવા કપડા ખરીદ્યા પછી તરત જ પહેરવાથી તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે? આજે અમે તમને જણાવીશું કે નવા કપડા પહેરતા પહેલા કેમ ધોવા જોઈએ.
કેમિકલ અને કલરની અસરો
નવા કપડામાં ઘણીવાર કલર અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તે લાંબા સમય સુધી કપડાની ચમક જાળવી રાખવા માટે ઉમેરવામાં આવે છે, પરંતુ જો આ કેમિકલ તમારી ત્વચાના સીધા સંપર્કમાં આવે તો એલર્જી અને ખંજવાળ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. બાળકો અને સેન્સેટિવ ત્વચા ધરાવતા લોકો માટે આ વધુ ખતરનાક બની શકે છે. તેથી નવા પહેરતા પહેલા તેને ધોઈ લો.
જંતુઓ અને બેક્ટેરિયાનો ભય
નવા કપડા સ્વચ્છ દેખાઈ શકે છે, પરંતુ તેમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે છે. આ બેક્ટેરિયા કપડા પર દુકાનમાં અથવા શોપિંગ બેગમાં લઈ જવા દરમિયાન એકઠા થાય છે. કપડા ધોયા પછી જ પહેરવાથી ઇન્ફેકશન ફેલાવાનું જોખમ ઓછું થાય છે.
ફેક્ટરી અને સ્ટોરની ધૂળ
નવા કપડા બનાવવા દરમિયાન, પેકેજિંગ દરમિયાન અને દુકાન ધૂળ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. કેટલીકવાર, ફેક્ટરીઓ અને સ્ટોરમાં ઉપયોગમાં લેવાતા રેક અને હેન્ડલમાંથી બેક્ટેરિયા કપડામાં ટ્રાન્સફર થાય છે. જો નવા કપડા સીધા પહેરવામાં આવે તો આ ઇન્ફેકશન અથવા નાની ફોલ્લીઓનું કારણ બની શકે છે. તેથી, નવા કપડા પહેરતા પહેલા હંમેશા તેને ધોઈ લો.
રંગ ઝાંખો પડવો
કપડાની ક્વોલિટી ધોયા પછી જ ખબર પડે છે. મોટાભાગના નવા કપડામાંથી રંગ છૂટે છે. જો તમે તેમને ધોયા વિના પહેરો છો, તો રંગ સીધો તમારી ત્વચામાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સિવાય ક્યારેય કપડા ધોયા પછી ફેબ્રિક સંકોચાય છે અથવા નરમ પડે છે, જે તેમને પહેરવામાં સરળ બનાવે છે અને ત્વચા માટે સુરક્ષિત છે.

