Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Keep these things in mind while buying boots to get perfect size

Footwear Tips / બૂટ્સ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, તમને મળશે પરફેક્ટ સાઈઝ અને કમ્ફર્ટ

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Footwear Tips / બૂટ્સ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, તમને મળશે પરફેક્ટ સાઈઝ અને કમ્ફર્ટ
સોર્સ : GSTV

શિયાળાના આગમન સાથે, ફક્ત ખોરાક જ નહીં પણ ફેશન પણ બદલાય છે. આ ઋતુમાં લોકો પોતાના કપડા અને ફૂટવેર બદલે છે. ઉનાળામાં લોકો સેન્ડલ, સ્લાઇડર્સ, ક્રોક્સ અથવા સ્પોર્ટ્સ શૂઝ પસંદ કરે છે, શિયાળા દરમિયાન સૌથી વધુ લોકપ્રિય ફૂટવેર બૂટ્સ છે. આ પ્રકારના ફૂટવેર તમારા લુકમાં રિચ અને ક્લાસી ટચ ઉમેરે છે. બજારમાં મહિલાઓ અને પુરૂષો માટે બૂટ્સના ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે, બૂટ્સ ખરીદતી વખતે કેટલીક સામાન્ય ભૂલોને કારણે ઘણીવાર પરફેક્ટ ફિટ અને કમ્ફર્ટ નથી મળતો.

App Store

ભલે તમે ફોર્મલ લુક મેળવવા માંગતા હોવ, કેઝ્યુઅલ આઉટિંગ પર જઈ રહ્યા હોવ કે કોઈ એડવેન્ચર ટ્રિપની તૈયારી કરી રહ્યા હોવ... સારી ક્વોલિટી અને પરફેક્ટ ફિટિંગવાળા બૂટ્સ તમારા પગને સુરક્ષિત રાખે છે. જો તમે પણ બૂટ્સ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ તમારા માટે છે. યોગ્ય સાઈઝ અને ફિટિંગવાળા બૂટ્સ ખરીદવા માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

તમારા પગનું યોગ્ય માપ લો

ઘણા લોકો ફૂટવેર ખરીદવા માટે સાઈઝનો ફક્ત અંદાજો લગાવે છે. પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે. બૂટ્સ ખરીદતી વખતે, તમારા પગની લંબાઈ અને પહોળાઈ બંનેનું માપ લેવું મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત, બ્રાન્ડ મુજબના સાઈઝ ચાર્ટને ચેક કરો. આ તમને યોગ્ય રીતે ફિટિંગવાળા બૂટ્સખરીદવામાં મદદ કરશે.

પગના અંગૂઠામાં જગ્યા ધ્યાનમાં લો

તમારા પગની આંગળીઓને આરામથી હલાવવા માટે પૂરતી જગ્યા આપવા ફૂટવેરનો આગળનો ભાગ મહત્ત્વપૂર્ણ છે. તેથી, જો બૂટ્સ ટ્રાય કરતી વખતે આગળનો ભાગ થોડો કડક લાગે, તો તે યોગ્ય સીઝનથી. તેનાથી ચાલતી વખતે પગમાં દુખાવો થઈ શકે છે.

આ બાબત પર પણ ધ્યાન આપો

જો તમે લોંગ બૂટ્સ ખરીદી રહ્યા છો, તો તમારા પગનું યોગ્ય રીતે માપ લેવું મહત્ત્વપૂર્ણ છે. બૂટ્સ પગ અને કાફ (Calf) બંનેમાં ફિટ થવા જોઈએ. તમારા કાફના માપ પ્રમાણે જ લોંગ બૂટ્સ ખરીદો.  જેથી તે પહેરવામાં કમ્ફર્ટેબલ રહે.

સોલની ક્વોલિટી ચેક કરો

બૂટ્સ ખરીદતી વખતે, ફક્ત દેખાવ જ નહીં, પરંતુ સોલની મજબૂતાઈ અને ગ્રિપ પણ ધ્યાનમાં લો. રબર સોલ સારી પકડ પૂરી પાડે છે. લેધર સોલ ફોર્મલ લુક માટે યોગ્યછે. આઉટડોર ટ્રેકિંગ માટે, ઊંડા ગ્રૂવ ધરાવતા સોલ પસંદ કરો. સોલની ક્વોલિટી પર જરૂર ધ્યાન આપો.

મોજા પહેરીને ટ્રાય કરો

જ્યારે પણ તમે બૂટ્સ ખરીદો છો, ત્યારે તેને મોજા પહેરીને ટ્રાય કરો. યાદ રાખો, તમે જે મોજા રોજ પહેરવાનું પસંદ કરો છો તે પહેરો. આનાથી તમને ફિટિંગનો સારો ખ્યાલ આવશે અને કમ્ફર્ટ મળશે.