Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Diwali 2025 outfit ideas and styling tips here

Diwali 2025 / દિવાળી પર જોઈએ છે સૌથી સુંદર લુક? તો અપનાવો આ આઉટફિટ આઈડિયા અને સ્ટાઇલિંગ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Diwali 2025 / દિવાળી પર જોઈએ છે સૌથી સુંદર લુક? તો અપનાવો આ આઉટફિટ આઈડિયા અને સ્ટાઇલિંગ ટિપ્સ
સોર્સ : GSTV

તહેવારોની સિઝનના આગમન સાથે, દરેક વ્યક્તિ પોતાની સ્ટાઇલિંગ માટે ઉત્સાહિત હોય છે, અને જ્યારે દિવાળીની વાત આવે છે, ત્યારે અલગ જ વાત હોય છે. આ ફક્ત રોશની અને મીઠાઈઓનો તહેવાર નથી, પણ ડ્રેસિંગ અને ગ્લેમરસ દેખાવાની પણ એક શ્રેષ્ઠ તક છે.

App Store

જો તમે આ દિવાળી પર સૌથી અલગ અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ, તો અહીં આપેલા આઉટફિટના આઈડિયા અને સ્ટાઇલિંગ ટિપ્સને અપનાવી શકો છો.

ટ્રેન્ડી એથનિક લુક

દિવાળી પર મોટાભાગના લોકો ટ્રેડિશનલ એથનિક આઉટફિટ પહેરવાનું નક્કી કરે છે. જો તમે પણ તેમાંથી એક છો, તો તમે સિલ્ક, ઓર્ગેન્ઝા અથવા કોટન જેવા ફ્રેબીકની સુંદર સાડી ટ્રાય કરી શકો છો. જો તમે કંઈક હળવું અને સ્ટાઇલિશ ઈચ્છતા હોવ, તો ફ્લોરલ પ્રિન્ટ સાડી અથવા સિક્વિન વર્ક સાડી એક સારો વિકલ્પ છે. તેને સ્લીવલેસ બ્લાઉઝ અને ઇયરિંગ્સ સાથે સ્ટાઇલ કરો. ગોલ્ડન બેલ્ટ અને મિનીમલ જ્વેલરી લુકને વધુ એલિગંટ બનાવશે.

શરારા અને કુર્તા સેટ

શરારા સેટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડી છે. જો તમે કંઈક ટ્રેન્ડી છતાં ટ્રેડિશનલ પહેરવા માંગતા હોવ, તો ચિકનકારી અથવા ગોટા પટ્ટી વર્કવાળા શરારા અને કુર્તા સેટ ટ્રાય કરો. નાની ઇયરરિંગ્સ, ગજરા અને સ્ટાઇલિશ મોજડી સાથે આ લુક તમને દિવાળી પાર્ટીમાં સૌથી સુંદર બનાવશે. મસ્ટર્ડ, પિંક અથવા રોયલ બ્લુ જેવા કલર પસંદ કરો.

લહેંગા-ચોલી

જો તમે ફુલ-ઓન દિવાળી ડ્રેસ-અપ મૂડમાં છો, તો લહેંગા-ચોલી પરફેક્ટ છે. સિમ્પલ એમ્બ્રોઈડરી વર્કવાળા લહેંગા-ચોલી પણ તમારા ફેસ્ટિવ લુકમાં ચાર ચાંદ લગાવી શકે છે. જો તમે કંઈક અલગ શોધી રહ્યા છો, તો જેકેટ-સ્ટાઇલ ચોલી અથવા કેપ સાથે પ્રયોગ કરો. હાઈલાઈટ કરેલ મેકઅપ અને સ્ટેટમેન્ટ નેકલેસ આ લુકને વધુ ખાસ બનાવશે.

ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ

ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ એવા લોકો માટે પરફેક્ટ છે જેઓ ટ્રેડિશનલ અને મોર્ડન લુક્સને મિક્સ કરવાનું પસંદ કરે છે. તમે ક્રોપ ટોપને પ્લાઝો અથવા સ્કર્ટ સાથે જોડી શકો છો. સિમ્પલ છતાં સ્ટાઇલિશ લુક માટે તેને દુપટ્ટા અથવા સ્ટોલ સાથે સ્ટાઇલ કરો. ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અને સ્મોકી આઈ મેકઅપ આ આઉટફિટને વધુ ગ્લેમરસ બનાવશે.

મેકઅપ અને હેરસ્ટાઇલ પર ધ્યાન આપો

જ્યારે તમે મેકઅપ અને હેરસ્ટાઇલ પર ધ્યાન આપો છો ત્યારે જ આઉટફિટ કમ્પ્લીટ લાગે છે. દિવાળી માટે સોફ્ટ, ગ્લોઈંગ મેકઅપ બેસ્ટ હોઈ શકે છે. હાઈલાઈટર અને ન્યુડ લિપસ્ટિક સાથે હળવો આઇશેડો તમને ડિવાઈન લુક આપશે. વાળ માટે, કર્લ્સ, લો બન અથવા ગજરાવાળી હેરસ્ટાઇલ અજમાવો.