Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Wedding outfit shopping tips for relatives of bride and groom

Wedding Shopping / વરરાજાનો ભાઈ હોય કે કન્યાની બહેન, લગ્ન માટે કપડા ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Wedding Shopping / વરરાજાનો ભાઈ હોય કે કન્યાની બહેન, લગ્ન માટે કપડા ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો
સોર્સ : GSTV

લગ્નની સિઝન શરૂ થવાની છે, બજારમાં પણ તેની અસર દેખાવા લાગી છે. ફક્ત કન્યા અને વરરાજા માટે જ નહીં, પરંતુ સંબંધીઓ, મિત્રો અને મહેમાનો માટે પણ કપડા ખરીદવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. જોકે, ઘણીવાર દેખાડાના ચક્કરમાં લોકો એવા કપડા ખરીદે છે જે ન તો કમ્ફર્ટેબલ હોય છે કે ન તો લાંબા સમય સુધી ટકી શકે છે. તેથી, લગ્નના કપડા ખરીદતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

App Store

કન્યા અને વરરાજાની સાથે પરિવારના સભ્યો અને મિત્રોએ પણ ટ્રેન્ડસની સાથે પોતાની સ્ટાઇલ અને જરૂરિયાત અનુસાર પસંદગી કરવી જોઈએ. આ લેખમાં કપડા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે.

યોગ્ય ફેબ્રિક પસંદ કરો

તમારા માટે કપડા ખરીદતી વખતે, પહેલા યોગ્ય ફ્રેબ્રિક પસંદ કરો. ઉદાહરણ તરીકે, ઉનાળામાં હળવા અને શ્વાસ લેવા યોગ્ય ફેબ્રિક (જેમ કે કોટન અને લિનન) અને શિયાળામાં ભારે અને ગરમ ફેબ્રિક (જેમ કે સિલ્ક અને વેલવેટ) પસંદ કરો. જો તમે હવામાનને અનુરૂપ ફેબ્રિક પસંદ નહીં કરો, તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કમ્ફર્ટને પ્રાથમિકતા આપો

કન્યા અને વરરાજા સાથે અન્ય લોકોએ પણ લગ્નમાં ઘણા કલાકો વિતાવવાના હોય છે, તેથી એવા કપડા પસંદ કરો જેમાં તમે સરળતાથી ફરી શકો અને લાંબા સમય સુધી પહેરવામાં અસ્વસ્થતા ન અનુભવાય. જો આવું નહીં કરો તો લગ્ન દરમિયાન તમને અનકમ્ફર્ટેબલ ફિલ થઈ શકે છે.

ફંક્શન અનુસાર કપડાં પસંદ કરો

કોઈપણ ફંક્શન માટે કોઇપણ કપડાની ખરીદી ન કરો. હંમેશા એવા કપડા પસંદ કરો જે ફંક્શન માટે યોગ્ય હોય. હલ્દી, મહેંદી, સંગીત અને રિસેપ્શન જેવા દરેક ફંક્શન માટે તેને યોગ્ય હોય તેવા કપડા પસંદ કરો. ધ્યાનમાં રાખો કે વધુ પડતા હેવી કપડા દરેક જગ્યાએ સારા નથી લાગતા.

સમજદારીપૂર્વક પસંદ કરો રંગ

જે લોકો કન્યા અને વરરાજા સાથે રહેશે તેઓએ ખાસ ધ્યાન રાખીને તેમના કપડાનો રંગ પસંદ કરવો જોઈએ. એવા રંગો ટાળવા જોઈએ જે કન્યા અને વરરાજાને ઓવરશેડ કરી દે. તેમના રંગ સાથે મેચ થતા કપડા ન પસંદ કરો.

એક્સેસરીઝને ન અવગણશો

કપડાની સાથે, યાદ રાખો કે મેચિંગ જ્વેલરી, ફૂટવેર અને બેગ પણ આવશ્યક છે. આને તમારા લુકનો ભાગ સમજો. તમારા આઉટફિટ સાથે કંઈપણ ન કેરી કરો. ખોટી એક્સેસરીઝ તમારા  લુકને બગાડી શકે છે. તેથી, તમારી જરૂરિયાતો અનુસાર બધું ખરીદો.