Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : An experiment done by a Goan designer in 1990 is becoming a trend across the country today, if you don't have one, get one today

1990માં ગોવાના ડિઝાઇનરે કરેલો એક પ્રયોગ આજે દેશભરમાં બની રહ્યો છે ટ્રેન્ડ, આ સ્ટાઇલના કપડા ના હોય તો આજે જ વસાવી લો

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
1990માં ગોવાના ડિઝાઇનરે કરેલો એક પ્રયોગ આજે દેશભરમાં બની રહ્યો છે ટ્રેન્ડ, આ સ્ટાઇલના કપડા ના હોય તો આજે જ વસાવી લો
સોર્સ : GSTV

આજકાલ ફેશન ડિઝાઈનરો કુર્તા-કુર્તીની વિવિધ ડિઝાઈનિંગ રેન્જ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. કુર્તા પહેરવાથી તમારું વ્યક્તિત્વ તો નીખરે જ છે, સાથે જ તમારી ભારતીયતા પણ ખીલી ઊઠે છે. આંતરરાષ્ટ્રીય ફેશન-શોમાં સમર-સ્પેશિયલમાં ખાસ કુર્તા-કુર્તીનો શો રાખવામાં આવ્યો હતો અને પાશ્ચાત્ય ફેશનની દુનિયામાં કુર્તાએ ધૂમ મચાવી દીધી હતી. ઇન્ડી-પોપ, ઇન્ડી-કુઝીન અને હવે 'ઇન્ડી-કોચર' શબ્દ ખૂબ જ પ્રખ્યાત બની ગયો છે. જો તમારા વોર્ડરોબમાં ડિઝાઈનર કુર્તા કે કુર્તી ન હોય તો તે અધૂરો ગણવામાં આવે છે. લગભગ બધી જ જાણીતી હસ્તીઓ જેવી કે કરન જોહર, ફરાહ ખાન, ફરહાન અખ્તર, રેહા પિલ્લઈ, પૂનમ ઢીલ્લોન વગેરે કુર્તાના દીવાના છે. દિગ્દર્શક કરન જોહર તો મોટા ભાગે કુર્તામાં જ જોવા મળે છે.

App Store

સ્થૂળ કે પાતળું શરીર ધરાવતી પ્રત્યેક વ્યક્તિને કુર્તા સારા લાગે છે. હાલમાં કુર્તા શર્ટના રૂપમાં ખૂબ જ પ્રચલિત બન્યા છે. ૧૯૯૦ની શરૂઆતમાં ગોવાના ડિઝાઈનર વેન્ડેલ રોડ્રિક્સે કુર્તાને કંઈક નવું સ્વરૂપ આપવાનો વિચાર કર્યો હતો. તેમણે કુર્તામાંથી બટન કાઢી લીધા અને આગળથી તેને થોડો ખુલ્લો જ રાખ્યો. લંબાઈ ટૂંકી કરી, કફના બટન કાઢી નાખીને 'કુર્તા-શર્ટ' તૈયાર કર્યું. કુર્તાની સરખામણીએ લોકોને આ વધુ વ્યવસ્થિત અને આરામદાયક લાગ્યું. બટન બંધ કરવાની પણ કોઈ ઝંઝટ નહીં! થોડા વર્ષો બાદ અન્ય ડિઝાઈનરોએ તેમની જેમ જ કુર્તા-શર્ટ બનાવવાનું શરૂ કર્યું. આજે તો લગભગ પ્રત્યેક કોલેજિયન, એક્ઝિક્યુટિવ કે ઓફિસરના વોર્ડરોબમાં કુર્તા-શર્ટ હોય જ છે.

પુરુષોમાં કુર્તા તથા કુર્તા-શર્ટ જેમ લોકપ્રિય બન્યા છે, તે જ પ્રમાણે મહિલાઓમાં શોર્ટ-કુર્તીનું ચલણ વધ્યું છે. લાંબા કુર્તાની સરખામણીએ તે ખૂબ જ આરામદાયક છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શોર્ટ-કુર્તી પહેરવા માટે કોઈ ચોક્કસ પ્રકારના ફિગરની આવશ્યકતા નથી હોતી.

'શોર્ટ ઈઝ હોટ' સૂત્ર ખૂબ જ જાણીતું બન્યું છે. શર્ટના કપડામાંથી બનાવવામાં આવેલી અને નિતંબ સુધીની લંબાઈ ધરાવતી કુર્તી એકદમ આકર્ષક લાગે છે. આ પ્રકારની ડિઝાઈનર કુર્તીને તમે લેસ કે એમ્બ્રોઈડરી મારફતે વધુ આકર્ષક બનાવી શકો છો. જો તમારું ફિગર સારું હોય, તો તમે ટાઈટ ફિટિંગની ડિઝાઈનર કુર્તી પહેરીને મનમોહક દેખાઈ શકો છો.

આપણે ત્યાં વર્ષોથી એવી માન્યતા હતી કે કુર્તા હંમેશાં સમાજસેવક, શિક્ષક, નેતા, તત્ત્વજ્ઞાનીઓ તથા સાધુ-મહાત્માઓ જ પહેરે છે. પરંતુ ૧૯૬૦ બાદ ધીરે ધીરે આ માન્યતામાં ફેરફાર આવ્યો છે. હવે ફેશન ડિઝાઈનરોએ ડિઝાઈનર કુર્તા-કુર્તી બનાવીને તેને જનસામાન્યમાં પ્રચલિત કરી દીધા છે. લખનૌવી ચિકનનો કુર્તો, જીન્સ પેન્ટ અને કોલ્હાપુરી ચપ્પલ તમારા ઉન્નત વિચારોની ઝાંખી દર્શાવે છે.

સાદા કટ, નાની નેકલાઈન તથા બટનની ઝંઝટ વગરના પ્રિન્ટેડ કે એમ્બ્રોઈડરી કરેલા કુર્તા ખૂબ જ આકર્ષક લાગે છે. કુર્તાથી ઉનાળાની ગરમીમાં ઠંડક પણ મળે છે તથા તે શરીર પર ચોંટી જતા ન હોવાથી આરામદાયક લાગે છે. શુભ પ્રસંગોમાં ધોતી-કુર્તાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જ્યારે કેઝ્યુઅલ વેરમાં કુર્તા-કુર્તીની ફેશન ચાલે છે. અક્ષય કુમાર અને શાહરૂખ ખાન પણ કુર્તાના દીવાના છે.

ભારતીય મહિલાઓ ચુડીદાર અને સલવાર કમીઝ જેવા એથનિક પરિધાનો પાછળ ઘેલી છે. તેમાં કુર્તી આવતા પૂર્વ-પશ્ચિમનો સુભગ સુમેળ સર્જાયો છે, કારણ કે મોટે ભાગે આ કુર્તીઓ પેન્ટ, ટ્રાઉઝર કે જીન્સ ઉપર પહેરવામાં આવે છે. જીન્સ ઉપર શિફોન, સિલ્ક કે જ્યોર્જટના કુર્તા ખૂબ જ શોભે છે.

કુર્તા-શર્ટના આગમન બાદ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે રંગની પસંદગીની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. પુરુષો પણ હવે લાલ, ભૂરા, પીળા કે કેસરી રંગના તથા બાંધણીની ડિઝાઈનવાળા કુર્તા-શર્ટ પસંદ કરે છે. ઇવનિંગ પાર્ટીમાં આવા રંગના એમ્બ્રોઈડરી કરેલા કોલર કુર્તા પહેરવામાં આવે છે. ખાસ પ્રસંગો માટે કાશ્મીરી ભરત ભરેલા અંગરખા કુર્તા અને ફોર્મલ વેરમાં રીગલ કુર્તા સાથે શાલ રાખવામાં આવે છે. હવે કેટલાક ડિઝાઈનરો સ્લિમ લાઈન કુર્તા બનાવે છે, તે ઉપરાંત તેઓ કહે છે કે એમ્બ્રોઈડરી અને પ્લેટ્સ વગરના સ્ટાઈલિશ કુર્તાની ફેશન હવે શરૂ થઈ છે.

કુર્તા-કુર્તીની ફેશન શરૂ થવાથી ઘણા ફેશન ડિઝાઈનરોએ હાશકારો અનુભવ્યો છે. તેઓ કહે છે કે અમેરિકાના વિદ્યાર્થીઓ જેમ જીન્સ અને ટી-શર્ટ પહેરે છે, તેવી જ રીતે કુર્તા-જીન્સ હવે ભારતીય વિદ્યાર્થીઓનો યુનિફોર્મ બની ગયા છે. ડેનિમ અને જીન્સના કાઉબોય કલ્ચરથી હવે છૂટકારો મળતા ભારતીય પરિધાનોનો ચાહકવર્ગ તેજીમાં આવી ગયો છે.

સફેદ ચુડીદાર ઉપર સફેદ રંગનો ચિકનનો લાંબો કુર્તો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ પહેરવાથી તમારું આખું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. કોલેજથી લઈને ક્લબમાં પહેરી શકાય તેવા, બંને બાજુ પિન-ટક્સવાળા, પીળા કે આછા લીલા રંગના શોર્ટ કુર્તા બ્રાઉન જીન્સ ઉપર ખૂબ શોભે છે. ઘેરા રંગની સ્ટ્રાઈપ્સવાળા કોલર કુર્તા અને ખાદીના ઢીલા પેન્ટની જોડી ખૂબ જ આકર્ષક લાગે છે.

ભારતીય અને પશ્ચિમી ફેશનના સુમેળ સમો હેન્ડલૂમનો પીળી સ્ટ્રાઈપ ધરાવતો કેસરી લાંબો કુર્તો અને બ્લુ જીન્સ પેન્ટ લગભગ બધા જ વયજૂથમાં ખૂબ પ્રિય છે. ક્રિંકલ્ડ બ્લેક કુર્તામાં નીચેના ભાગમાં ઝિગ-ઝેગ એમ્બ્રોઈડરી અને તેની નીચે નાની ચોકડી ધરાવતા કપડામાંથી બનાવેલો પાયજામો પહેરવાથી તમે એલિગન્ટ દેખાશો. હવે તો જુદા જુદા શેડ્સના મિશ્રણવાળા 'શેડેડ કુર્તા-શર્ટ'ની ફેશન ઈન-થિંગ ગણાય છે. જ્યારે ફોર્મલ કે શુભ પ્રસંગે પહેરવાના કુર્તા-ચુડીદાર માટે મટકા સિલ્કનું મટીરીયલ ખૂબ જ ચાલી રહ્યું છે. આવા કુર્તા-ચુડીદાર ઉપર જેકાર્ડનો દુપટ્ટો રાખવામાં આવે છે.

કોલેજિયનોમાં જ્યોર્જટની લહેરિયા ડિઝાઈનની કુર્તીની ફેશન ચાલી રહી છે, જ્યારે સિલ્કની કુર્તીમાં નેકલાઈન અને નીચે બોટમમાં આકર્ષક એમ્બ્રોઈડરી કરવામાં આવે છે.