ચહેરા પર જોઈએ છે કુદરતી નિખાર? અપનાવો આ સરળ બ્યુટી ટિપ્સ!

સુંદર દેખાવા માટે છેલ્લી ઘડીએ ઘણા બધા નવા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો હંમેશા સાચો નથી હોતો. ત્વચાની કુદરતી ચમક એક દિવસમાં નથી આવતી, પરંતુ તે નિયમિત સંભાળ, સંતુલિત આહાર, પૂરતું પાણી, સારી ઊંઘ અને યોગ્ય સ્કિનકેર રૂટિનનું પરિણામ હોય છે. જો તમારી ત્વચા સંવેદનશીલ (sensitive) હોય કે ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય, તો કોઈ પણ નવા ઘરેલુ નુસ્ખા કે કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરવો અથવા નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું રહે છે. જો તમે નેચરલ ગ્લો અને ફ્રેશ લુક ઇચ્છતા હોવ, તો કેટલીક સરળ ટેવો અને યોગ્ય સ્કિનકેર તમારી સુંદરતાને વધુ નિખારી શકે છે. અહીં જાણો આવા જ અસરકારક અને સરળ ઉપાયો:
ત્વચાની નિયમિત સફાઈ અને મોઇશ્ચરાઇઝિંગ કરો
સવારે અને રાત્રે તમારી ત્વચાના પ્રકાર મુજબ હળવા ક્લીન્ઝરથી ચહેરો સાફ કરો.
આનાથી ધૂળ, વધારાનું તેલ અને કચરો દૂર થાય છે.
ચહેરો ધોયા પછી યોગ્ય મોઇશ્ચરાઇઝર લગાવો જેથી ત્વચા હાઇડ્રેટેડ રહે.
જો દિવસ દરમિયાન બહાર જવાનું હોય, તો સનસ્ક્રીનનો ઉપયોગ પણ ચોક્કસ કરો.
નેચરલ ફેસ પેક
પાર્લર ગયા વગર ચહેરા પર નિખાર લાવવા માટે ઘરેલુ ફેસ પેક ખૂબ અસરકારક માનવામાં આવે છે.
બેસન, દહીં અને હળદરનો ફેસ પેક સ્કિનને ક્લીન અને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.
તો વળી મધ અને એલોવેરાનો ઉપયોગ ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવા માટે સારો માનવામાં આવે છે.
આ ઘરેલુ નુસ્ખાઓથી ત્વચાને નેચરલ અને ફ્રેશ લુક મળી શકે છે.
બટાકાનો રસ
બટાકા ખૂબ સસ્તા મળે છે અને સ્કિન કેર માટે તમારે ફક્ત એક બટાકાની જરૂર પડશે.
આના માટે સૌથી પહેલા બટાકાને છીણીને તેનો રસ કાઢી લો અને કોટન (રૂ) વડે ચહેરા પર લગાવો.
અડધા કલાક સુધી તેને એમ જ રહેવા દો અને પછી તેની અસર જુઓ.
બટાકાનો રસ અઠવાડિયાની અંદર જ માત્ર સ્કિન બ્રાઇટ નથી કરતો, પરંતુ ડાર્ક સ્પોટ્સ (કાળા ડાઘ) પણ દૂર કરવાનું કામ કરે છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

