Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Use this special hair mask for curly hair

Curly Hair Care / તમારા વાળ પણ વાંકડિયા છે? તો તેની સંભાળ રાખવા આ હેર માસ્કનો કરો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Curly Hair Care / તમારા વાળ પણ વાંકડિયા છે? તો તેની સંભાળ રાખવા આ હેર માસ્કનો કરો ઉપયોગ
સોર્સ : GSTV

સ્ત્રીઓ તેમની ત્વચાની સંભાળ રાખવાની સાથે તેમના વાળનું પણ ખૂબ ધ્યાન રાખે છે. ઘણી સ્ત્રીઓ વાંકડિયા વાળથી પરેશાન હોય છે અને તેને સુંદર બનાવવા માટે અનેક પ્રયાસો કરે છે. જો તમે પણ તમારા વાંકડિયા વાળને સુંદર બનાવવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. આજે અમે તમને એક ખાસ હેર માસ્ક વિશે જણાવીશું જે તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

App Store

વાંકડિયા વાળ માટે હેર માસ્ક

જો તમે પણ તમારા વાંકડિયા વાળને સુંદર, લાંબા અને જાડા બનાવવા માંગતા હોવ, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે એક ખાસ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ હેર માસ્ક વાંકડિયા વાળ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તેને બનાવવા માટે તમારે થોડી સામગ્રીની જરૂર પડશે

હેર માસ્ક બનાવવા માટેની સામગ્રી

  • મેથીના દાણાનો પાવડર
  • ઓલિવ ઓઈલ
  • વિટામિન E કેપ્સ્યુલ
  • નાળિયેર તેલ

હેર માસ્ક બનાવવા અને ઉપયોગ કરવાની રીત

તમારા વાળને સુંદર બનાવવા માટે તમે ઘરે મેથીના દાણાના પાવડરમાંથી ખાસ હેર માસ્ક બનાવી શકો છો.

આ હેર માસ્ક બનાવવાની રીત ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મેથીના દાણાનો પાવડર કાઢો.

હવે તેમાં થોડું ઓલિવ ઓઈલ અને નાળિયેર તેલ મિક્સ કરો. આ પછી તેમાં વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો.

હવે તમે આ પેસ્ટને તમારા વાળમાં લગાવી શકો છો. તે તમારા વાળને જાડા અને લાંબા બનાવી શકે છે.

આ હેર માસ્ક વાંકડિયા વાળ અને સામાન્ય વાળ બંને માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.

તમે આ હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો. તેને તમારા વાળ પર લગાવ્યા બાદ 40થી 50 મિનિટ માટે રહેવા દો. આ પછી વાળ ધોઈ લો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.