Hair Care Tips / શિયાળામાં કેવી રીતે રાખવી વાળની સંભાળ? નોટ કરી લો વિન્ટર હેર કેર ટિપ્સ

શિયાળામાં ઠંડી અને સૂકી હવાને કારણે વાળને ઘણી નુકસાન પહોંચે છે, જેનાથી તે ડ્રાય, ડલ અને નબળા બને છે, જેના કારણે વાળ તૂટવાની અને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ આવે છે કે, શિયાળામાં વાળની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે શિયાળામાં વાળની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ.
શિયાળામાં વાળની સંભાળ કેવી રીતે રાખવી?
હૂંફાળા પાણીથી તમારા વાળ ધોવા
તમારા વાળ ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો. હૂંફાળા પાણીથી તમારા વાળ ધોવા વધુ સારું છે કારણ કે તે સ્કેલ્પમાંથી ગંદકી અને તેલ દૂર સારી રીતે કરે છે, પરંતુ ખૂબ ગરમ પાણીનો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે. ખૂબ ગરમ પાણી સ્કેલ્પને સૂકવી શકે છે, તે વાળ નબળા બનાવી શકે છે અને ડેન્ડ્રફ પેદા કરી શકે છે.
સ્કેલ્પની માલિશ
ફક્ત આંગળીઓના ટેરવાની મદદથી સ્કેલ્પ પર સર્ક્યુલર મોશનમાં માલિશ કરો. આ ફોલિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. તેલને આખી રહેવા દો અને બીજા દિવસે તમારા વાળ ધોઈ લો. તેને તમારા ટુવાલથી ઘસવાનું ટાળો. તેના બદલે, તેને તમારા માથાની આસપાસ લપેટો અને તેને વધારાનું પાણી શોષવા દો. જો તમારા વાળ ડ્રાય અને ડલ હોય, તો તેને આયરન ન કરો.
ડેન્ડ્રફ કેવી રીતે દૂર કરવો?
શિયાળામાં ડેન્ડ્રફ પણ ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં ડેન્ડ્રફ માટે હીટ ઓઈલ થેરેપી ખૂબ જ ફાયદાકારક છે. અઠવાડિયામાં એક કે બે વાર, નાળિયેર તેલ ગરમ કરો અને તેને તમારા વાળ અને સકેલો પર લગાવો. પછી, ગરમ પાણીમાં ટુવાલ ડુબાડો, પાણી નિચોવી લો અને ગરમ ટુવાલને તમારા માથાની આસપાસ પાઘડીની જેમ લપેટો. તેને 5 મિનિટ માટે રહેવા દો. ગરમ ટુવાલને 3 કે 4 વખત લપેટો. તેલને આખીરાત રહેવા દો.
કન્ડીશનીંગ મહત્ત્વપૂર્ણ છે
નિયમિત કન્ડીશનીંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હેર કન્ડીશનર અને હેર સીરમ વાળને નરમ બનાવવામાં, ચમક ઉમેરવા અને તેની રચના સુધારવામાં મદદ કરે છે. તે વાળને કોટ અને રક્ષણ પણ આપે છે. શેમ્પૂ કર્યા પછી કન્ડીશનર લગાવો. છેડા સહિત તમારા વાળમાં થોડી માત્રામાં હળવા હાથે માલિશ કરો. તેને બે મિનિટ માટે રહેવા દો અને સાદા પાણીથી ધોઈ લો.
ઘરેલું ઉપાયો અજમાવો
તમારા વાળને પોષણ આપવા અને મજબૂતાઈ તેમજ ચમક ઉમેરવા માટે ઘરેલુ ઉપાયો અજમાવો. ખૂબ જ શુષ્ક, ખરબચડા અને બરડ વાળ માટે તમે અલગ-અલગ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

