Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : If you are suffering from hair loss, apply this indigenous product.

Hair Care Tips : વાળ ખરતા હોય તો આ દેશી વસ્તુ લગાવો, હેર થશે લાંબા અને કાળા

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Hair Care Tips : વાળ ખરતા હોય તો આ દેશી વસ્તુ લગાવો, હેર થશે લાંબા અને કાળા
સોર્સ : gstv

જો તમે તમારા તૂટતા-ખરતા અને અકાળે સફેદ થતા વાળથી પરેશાન છો અને ઇચ્છો છો કે તેનાથી છુટકારો મળે તો અમે અહીં તમને વાળનો નેચરલ કલર અને મજબૂતી પાછી મેળવવા માટે એક એવો પાઉડર જણાવી રહ્યાં છીએ, જેનાથી તમારા વાળની કાયા-પલટ થઇ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ નેચરલ પાઉડરના ફાયદા અને ગુણ શું છે.

App Store

વાળને મળે છે પ્રોટીન: આ પાઉડર સંપૂર્ણ રીતે હર્બલ છે. તેમાં આમળા, શિકાકાઇ, અરીઠા, બ્રાહ્મી અને કપાસના ફૂલનો પાઉડર મિક્સ હોય છે. આ તમામ પોષક તત્ત્વો તમારા વાળને વિટામિન અને કેરાટિનનું પોષણ આપે છે, જે હેર ગ્રોથ વધારે છે.

તે વાળના મૂળમાં મોઇશ્ચર જાળવી રાખે છે, તેનાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. તે વાળ ખરવા અને તૂટવાની સમસ્યાથી છુટકારો અપાવે છે. તમારે ફક્ત આ પાઉડરને એક ચમચી ભરીને લેવાનો છે અને તેનું મિશ્રણ તૈયાર કરવાનું છે. તે બાદ તેને વાળમાં લગાવવાનું છે અને થોડીવાર પછી હેર વોશ કરી લેવાનું છે.

આ પાઉડર લગાવ્યા બાદ તમે વિચારી રહ્યાં હશો કે તમારા સફેદ વાળ કાળા થઇ જશે તો આવુ નહીં થાય. આ હોમમેડ હેર કેર પ્રોડક્ટ તમારા વાળને મજબૂતી આપશે, ચમક વધારશે અને વાળને સફેદ થતા અટકાવશે.

શિયાળામાં આ રીતે કરો હેર કેર: તમે અઠવાડિયામાં એકવાર વાળમાં ડીપ કંડીશનિંગ માસ્ક પણ લગાવી શકો છો. નારિયેળ તેલ, આર્ગન ઓઇલ કે બદામનું તેલ વાળમાં લગાવવાથી મોઇશ્ચર જળવાઇ રહે છે.

શિયાળામાં વાળને ગરમ તેલથી હેર ઓઇલિંગ જરૂર કરો. તેનાથી તમારા સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી બનશે. તેનાથી વાળની નેચરલ શાઇન જળવાઇ રહેશે. હીટ સ્ટાઇલિંગનો ઉપયોગ ઓછો કરો. જો તમારે હેર સ્ટ્રેટનિંગ કે કર્લિંગ કરવા હોય તો હીટ પ્રોટેક્ટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.