Hair Care Tips : સફેદ વાળ કુદરતી રીતે કરો કાળા, વાઇટ હેરની સમસ્યાથી મળશે છુટકારો

અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ અને સતત વધી રહેલાં સ્ટ્રેસને કારણે વાળ પર મોટી અસર પડે છે. સફેદ વાળની સમસ્યા અનેક લોકોને હોય છે. જો કે યંગસ્ટર્સમાં પણ વ્હાઇટ હેર વધારે જોવા મળે છે. કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી વાળ કાળા થઇ તો જાય છે, પરંતુ આ લાંબા ગાળે અનેક રીતે નુકસાન કરી શકે છે, આજે તમને એક નેચરલ રીત વિશે જણાવીશું જેની મદદથી તમે સફેદ વાળને નેચરલી રીતે બ્લેક કરી શકો છો. તો અહીં જાણો આ દેશી નુસખા વિશે...
સફેદ વાળ કાળા કરવા માટે હળદર એક નેચરલી રીત છે. હળદરમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તમે વાળમાં લગાવો છો તો હેર લાંબા, મજબૂત અને કાળા થાય છે. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, આયરન જેવા ગુણો હોય છે જે સફેદ વાળ થતા રોકવામાં મદદ કરી શકે છે. આ વાળને કાળા કરવાની સાથે સાથે મજબૂત અને ચમકદાર પણ બનાવે છે.
વાળમાં હળદરનો ઉપયોગ કરવાથી અનેક ઘણાં ફાયદા થાય છે. હળદરમાં કુરકુમિન નામનું તત્વ હોય છે જે વાળને કાળા કરવાનું કામ કરે છે. આ વાળને તૂટતા બચાવે છે. આ સાથે ખોડો પણ દૂર કરે છે.
જો કે હવે પ્રશ્ન એ થાય છે કે વાળમાં કેવી રીતે હળદર અને નારિયેળ તેલ લગાવશો? વાળ કાળા કરવા માટે હળદરની પેસ્ટ બનાવો. આ પેસ્ટ વાળમાં લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી હેર વોશ કરી દો.
આ બીજી રીતથી પણ તમે વાળ કાળા કરી શકો છો. વાળ કાળા કરવા માટે હળદર અને કોફી પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટ બનાવવા માટે 2 ચમચી હળદર, 2 ચમચી સરસિયાનું તેલ અથવા નારિયેળ તેલ, એક પેકેટ કોફી પાઉડર, 2 વિટામીન ઇ કેપ્સુલ તેમજ અડધું લીંબુનો રસ પેસ્ટ બનાવો. કડાઇમાં તેલ ગરમ કરો. ત્યારબાદ હળદર અને કોફી પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો. જ્યાં સુધી મિશ્રણ કાળુ ન થઇ જાય ત્યાં સુધી સતત થવા દો. પછી ઠંડુ થઇ જાય એટલે વિટામીન ઇ કેપ્સુલ અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટ વાળ પર 20થી 30 માટે લગાવી રાખો અને પછી ધોઇ દો. આ પેસ્ટથી વાળ કાળા ભમ્મર થઇ જશે. આ પેસ્ટથી વાળનો ખોડો દૂર થઇ જશે અને સાથે સિલ્કી અને શાઇની પણ થશે.

