Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Use dragon fruit in these ways for glowing skin

Beauty Tips / ડલ ચહેરા પર પણ પિંક ગ્લો લાવશે ડ્રેગન ફ્રૂટ, જાણો તેનો ઉપયોગ કરવાની સરળ રીત

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / ડલ ચહેરા પર પણ પિંક ગ્લો લાવશે ડ્રેગન ફ્રૂટ, જાણો તેનો ઉપયોગ કરવાની સરળ રીત
સોર્સ : GSTV

ડ્રેગન ફ્રૂટ જેને પિતાયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માત્ર સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર નથી પણ ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક છે. તેમાં રહેલું વિટામિન C, એન્ટી-ઓકિસડન્ટ્સ અને મિનરલ્સ ત્વચાને હાઈડ્રેટ કરવામાં, ડાઘ-ધબ્બા હળવા કરવામાં અને કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે.

App Store

ડ્રેગન ફ્રૂટમાંથી બનાવેલા ફેસ પેક અને અન્ય ઉપાયો ત્વચાને અંદરથી રિપેર કરે છે અને કેમિકલ્સ વિના ત્વચાની કુદરતી સુંદરતામાં વધારો કરે છે. તો ચાલો ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરવાની કેટલીક રીતો વિશે જાણીએ.

હાઈડ્રેશન માટે ડ્રેગન ફ્રૂટ જેલ

જેલ બનાવવા માટે ડ્રેગન ફ્રૂટનો પલ્પ કાઢી અને તેને બ્લેન્ડ કરીને જેલ બનાવો. હવે આ જેલને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી તેને ધોઈ લો. તે ડીપ હાઈડ્રેશન પ્રદાન કરે છે, ડ્રાયનેસ ઘટાડે છે અને ત્વચાને સોફ્ટ અને સ્મૂધ બનાવે છે.

એએન્ટી-એજિંગ માસ્ક

આ માસ્ક બનાવવા માટે 1 ચમચી ડ્રેગન ફ્રૂટનો પલ્પ 1 ચમચી દહીં સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેમાં હાજર એન્ટી-ઓકિસડન્ટ્સ અને લેક્ટિક એસિડ ફાઈન લાઈન્સ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરવાથી ત્વચા યંગ અને ફ્રેશ દેખાય છે.

એક્નેથી રાહત

આ માટે ડ્રેગન ફ્રૂટની પેસ્ટ બનાવો અને તેને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. તેમાં એન્ટી-ઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે એક્નેના બેક્ટેરિયા ઓછા કરે છે અને રેડનેસ ઘટાડે છે. તેને આખીરાત એક્ને પર સ્પોટ ટ્રીટમેન્ટ તરીકે પણ લગાવી શકાય છે.

સનબર્ન અને ટેનિંગથી રાહત

કાકડીના રસને ડ્રેગન ફ્રૂટના પલ્પ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ સનબર્નને શાંત કરે છે અને ત્વચાની બળતરા ઘટાડે છે. તેમાં હાજર વિટામિન C ત્વચાના રિપેરિંગની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ટેનિંગને હળવું કરવામાં મદદ કરે છે.

નેચરલ સ્કિન બ્રાઈટનીંગ પેક

લીંબુના રસ સાથે 1 ચમચી ડ્રેગન ફ્રૂટના પલ્પ ભેળવીને ફેસ પેક તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને 10-12 મિનિટ માટે રહેવા દો, આ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તે કાળા ડાઘ અને પિગમેન્ટેશનને હળવા કરે છે, જેનાથી ત્વચા બ્રાઈટ અને ગ્લોઈંગ બને છે.

ડ્રેગન ફ્રૂટ અને મધનો પેક

ડ્રેગન ફ્રૂટના પલ્પ સાથે 1 ચમચી મધ ભેળવીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. આ ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને કુદરતી ચમક લાવે છે. મધના એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સ્વસ્થ રાખે છે.

ડ્રેગન ફ્રૂટ એક કુદરતી બ્યુટી બૂસ્ટર છે. તેમાંથી બનાવેલા પેક ત્વચાને ચમકદાર અને તેજસ્વીકેમિકલ્સ વિના સ્વસ્થ ત્વચા જોઈતી હોય, તો ડ્રેગન ફ્રૂટમાંથી બનાવેલા આ ઘરેલુ ઉપાયો અજમાવો અને નેચરલ અને રિફ્રેશિંગ ગ્લો મેળવો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.