Skin Care Tips / શિયાળામાં શુષ્ક થઈ ગઈ છે ત્વચા? તો આ નેચરલ ફેસ પેકના ઉપયોગથી દૂર કરો ડ્રાયનેસ

શિયાળાની ઋતુમાં ત્વચા પર ડ્રાયનેસ ઘણીવાર વધી જાય છે. ડ્રાય ત્વચાથી છુટકારો મેળવવા માટે લોકો મોંઘા અને રાકેમિકલવાળા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે સરળતાથી તમારી ડ્રાય ત્વચાને નરમ બનાવી શકો છો? વધુ પૈસા ખર્ચ્યા વિના ડ્રાય ત્વચા માટે એક નેચરલ ફેસ પેક બનાવી શકાય છે. ચાલો આ ફેસ પેક બનાવવાની ખૂબ જ સરળ રીત વિશે જાણીએ.
એવોકાડો ફેસ પેક કેવી રીતે બનાવવો?
અમે અહીં એવોકાડોના ફેસ પેકની વાત કરી રહ્યા છીએ. એવોકાડો ફેસ પેક બનાવવા માટે અડધું પાકેલું એવોકાડો, 1-2 ચમચી મધ, 1-2 ચમચી દૂધ અને અડધો ચમચી બદામ તેલની જરૂર પડશે. ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એવોકાડોને સારી રીતે મેશ કરો. હવે તેમાં મધ, દૂધ અને બદામનું તેલ ઉમેરો. ત્યારબાદ આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.
ઉપયોગ કરવાની રીત
સૌપ્રથમ તમારા ચહેરાને ધોઈ લો. હવે આ ફેસ પેકને સ્વચ્છ ચહેરા પર લગાવો. જો તમે ઈચ્છો તો તમે આ ફેસ પેકને તમારી ગરદન પર પણ લગાવી શકો છો. શ્રેષ્ઠ પરિણામો માટે આ ફેસ પેકને 15થી 20 મિનિટ માટે લગાવી રાખો. 20 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો. આ માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરી શકાય છે.
ત્વચાની ડ્રાયનેસ દૂર થશે
તમને જણાવી દઈએ કે એવોકાડો ફેસ પેક તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ ફેસ પેકથી તમે તમારી ડ્રાય ત્વચાને નરમ બનાવી શકો છો. સારા પરિણામો માટે તમે અઠવાડિયામાં 1-2 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. જોકે, આ ફેસ પેકને તમારા આખા ચહેરા પર લગાવતા પહેલા, તમારે ચોક્કસપણે પેચ ટેસ્ટ કરવો જોઈએ.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

