Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Use desi ghee in these ways for your skin

ડાર્ક સર્કલ દૂર કરવાથી લઈને ત્વચાને નરમ બનાવવા સુધી, સ્કિન માટે આ રીતે કરો દેશી ઘીનો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ડાર્ક સર્કલ દૂર કરવાથી લઈને ત્વચાને નરમ બનાવવા સુધી, સ્કિન માટે આ રીતે કરો દેશી ઘીનો ઉપયોગ
સોર્સ : GSTV

પ્રાચીન કાળથી દેશી ઘી ભારતીય આહારનો એક અભિન્ન ભાગ રહ્યું છે. આજના સમયમાં લોકો ફિટનેસના કારણોસર તેને ખાવાનું ટાળે છે, પરંતુ તે સોલ્યુબલ ફેટ છે, તેથી જો તેને બેલેન્સ કરીને ડાયટનો ભાગ બનાવવામાં આવે તો તે વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. દેશી ઘી ખાવાના બીજા ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારી ત્વચા પર અદ્ભુત અસરો કરી શકે છે? આ લેખમાં અમે જણાવીશું કે તમે તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે દેશી ઘીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

App Store

દેશી ઘી ફક્ત તમારી ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે જ કામ નથી કરતું, પરંતુ તે ત્વચાની ઘણી સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે, તમારે ફક્ત તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે. જો તમને ડાર્ક સર્કલ હોય અથવા શિયાળામાં ત્વચા શુષ્ક થઈ ગઈ હયો, તો જાણી લો કે દેશી ઘી આ સમસ્યાઓમાં કેવી રીતે મદદ કરી શકે છે.

દેશી ઘી ત્વચાને ચમકદાર બનાવશે

તમે દરરોજ રાત્રે તમારી ત્વચા પર દેશી ઘીથી માલિશ કરી શકો છો, તેને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરી શકો છો અને ડ્રાયનેસને અટકાવી શકો છો. તમે દેશી ઘીમાંથી બનાવેલ શતધૌત ઘૃત (સો વખત પાણીથી ધોયેલું ઘી) તમારી ત્વચા પર લગાવી શકો છો. આ તમારી ત્વચાને મજબૂત બનાવશે અને તેની ચમક જાળવી રાખશે, જેનાથી તે યુવાન દેખાશે. તમને બજારમાં શતધૌત ઘૃત મળી શકે છે અને તમે તેને ઘરે પણ બનાવી શકો છો. આ માટે દેશી ઘીને તાંબાની પ્લેટમાં લઈને તાંબાની વાટકી અથવા ગ્લાસનો ઉપયોગ કરીને થોડા થોડા પાણી સાથે ફેંટવાનું હોય છે, જેથી તે ક્રીમ જેવું બની જાય.

દેશી ઘી ડાર્ક સર્કલ દૂર કરશે

જો તમને ડાર્ક સર્કલની સમસ્યા હોય, તો દેશી ઘી તેમાં પણ રાહત આપવામાં મદદ કરી શકે છે. આંખોની આસપાસના ડાર્ક સર્કલ ઘટાડવા માટે ત્વચાને હાઈડ્રેટેડ રાખવી મહત્ત્વપૂર્ણ છે. તમે દરરોજ શતધૌત ઘૃતથી રોજ ત્વચા પર સર્ક્યુલર મોશનમાં માલિશ કરી શકો છો અથવા દેશી ઘી સાથે થોડી હળદર ભેળવીને આંખો નીચે લગાવી શકો છો. આનાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળે છે.

નાભિ પર લગાવો

તમે રાત્રે સૂતા પહેલા તમારી નાભિ પર દેશી ઘીના 2થી 3 ટીપા લગાવીને હળવા હાથે માલિશ કરી શકો છો. આ ફક્ત તમારા પાચનમાં જ સુધારો નહીં કરે, પરંતુ તમારી ત્વચાને નરમ અને હોઠને કોમળ પણ રાખશે. તમે દેશી ઘી સીધા તમારા હોઠ પર પણ લગાવી શકો છો. નાભિ પર દેશી ઘી લગાવવાનો ઉપાય કબજિયાતથી પીડાતા લોકો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

ફેસ પેકમાં દેશી ઘી

જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાય અને ડલ હોય, તો ચણાના લોટમાં થોડું દૂધ, શુદ્ધ દેશી ઘી અને એક ચપટી હળદર મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો. તેને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી રહેવા દો. આ પેક ડેડ સ્કિન સેલ્સને દૂર કરશે, તમારી ત્વચાને પોષણ આપશે અને તમારા રંગને ચમકાવશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.