Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Try using onion juice to promote hair growth

શિયાળામાં વાળ ખરવાની સમસ્યા વધી ગઈ હોય, તો હેર ગ્રોથ વધારવા માટે ડુંગળીના રસનો કરો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
શિયાળામાં વાળ ખરવાની સમસ્યા વધી ગઈ હોય, તો હેર ગ્રોથ વધારવા માટે ડુંગળીના રસનો કરો ઉપયોગ

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ડુંગળીનો રસ વાળ માટે કેટલો ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કરીને શિયાળામાં વધતી  વાળ ખરવાની સમસ્યાને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. જો નહીં, તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ.

App Store

આ પણ વાંચો: સ્કેલ્પ અને સ્કિન બંનેની સંભાળ રાખે છે આ 3 તેલ, તમે પણ કરો તેનો ઉપયોગ

ડુંગળીના રસમાં કેટલાક તત્વો હોય છે જે વાળમાં રહેલા ફૂગ અને બેક્ટેરિયાને મારી નાખે છે. તે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે અને વાળ ખરવાની સમસ્યાને પણ ઘટાડે છે. જો તમે ડુંગળીનો રસ તમારા વાળમાં લગાવીને થોડો સમય મસાજ કરો છો તો તમારા માથામાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું થવા લાગે છે. તે વાળને પોષણ આપે છે અને તેને મૂળથી મજબૂત પણ કરે છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. 

ડુંગળીનો રસ અને નાળિયેર તેલ

નાળિયેર તેલ વાળને પોષણ આપે છે અને ડુંગળીનો રસ વાળને મજબૂત બનાવે છે. બંનેને મિક્સ કરીને લગાવવાથી વાળ નરમ થાય છે એટલું જ નહીં પણ ધીમે ધીમે વાળ ખરવાનું પણ ઓછું થાય છે.

ડુંગળીનો રસ અને મધ

મધમાં ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે વાળને નુકસાનથી બચાવે છે. તેને ડુંગળીના રસમાં મિક્સ કરીને વાળ અને સ્કેલ્પ પર લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે.

ડુંગળીનો રસ અને દહીં

દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વાળને મજબૂત બનાવે છે. તેને ડુંગળીના રસમાં મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ શકે છે.

ડુંગળીનો રસ અને ઈંડા

ઈંડામાં બાયોટિન હોય છે જે વાળને સ્વસ્થ રાખે છે. તેને ડુંગળીના રસમાં મિક્સ કરીને લગાવવાથી વાળનો ગ્રોથ બમણો થઈ શકે છે અને ખાસ વાત એ છે કે તમે તેનાથી તમારા વાળ નેચરલી સિલ્કી પણ બનાવી શકો છો.

ડુંગળીનો રસ અને એલોવેરા

એલોવેરા વાળને શાંત કરે છે અને ડેન્ડ્રફને પણ અટકાવે છે. જો તમે તેને ડુંગળીના રસમાં મિક્સ કરીને વાળમાં લગાવશો તો ડેન્ડ્રફ ઘણી હદ સુધી દૂર થઈ જશે અને વાળ પહેલા કરતા વધુ સ્વસ્થ અને ચમકદાર દેખાશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.