Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Things you can apply after removing lipstick to prevent dark and dry lips

Lips Care / લિપસ્ટિક રિમૂવ કર્યા બાદ હોઠ પર લગાવો આ 3 વસ્તુઓ, નહીં થાય ડાર્કનેસ અને ડ્રાયનેસની સમસ્યા

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Lips Care / લિપસ્ટિક રિમૂવ કર્યા બાદ હોઠ પર લગાવો આ 3 વસ્તુઓ, નહીં થાય ડાર્કનેસ અને ડ્રાયનેસની સમસ્યા
સોર્સ : GSTV

છોકરીઓ સામાન્ય રીતે હોઠની સુંદરતા વધારવા માટે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. એવું કહેવાય છે કે લિપસ્ટિક મેકઅપનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ઓફિસ હોય, પાર્ટી હોય કે કોઈ ખાસ પ્રસંગ લિપસ્ટિક વિના તમારો મેકઅપ લુક અધૂરો લાગે છે. પરંતુ લિપસ્ટિક જેટલી જેટલી છે, તેટલું જ તેનો ઉપયોગ કર્યા પછી તમારા હોઠની સંભાળ રાખવી પણ મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર છોકરીઓ મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે, જે હોઠને ડ્રાય કરી શકે છે. છોકરીઓ લિપસ્ટિક લગાવે છે, પરંતુ ઘણીવાર તેને રિમૂવ કર્યા બાદ હોઠની યોગ્ય કાળજી નથી લેતી.

App Store

આના કારણે હોઠ વધુ ડ્રાય અને ડાર્ક થઈ જાય છે. આ જ કારણ છે કે સમય જતા હોઠ કાળા, સૂકા અને ફાટેલા દેખાય છે. મોટાભાગની લિપસ્ટિકમાં મેટ ફોર્મ્યુલા હોય છે, જે ભેજને દૂર કરી શકે છે. તેથી લિપસ્ટિક રિમૂવ કર્યા પછી તમારા હોઠ પર કેટલીક વસ્તુઓ લગાવવાથી તે માત્ર નરમ અને મુલાયમ જ નહીં બને, પરંતુ તેની કાળાશ પણ ઓછી થશે. ચાલો જાણીએ કે લિપસ્ટિક રિમૂવ કર્યા પછી તમે હોઠ પર કઈ વસ્તુઓ લગાવી શકો છો.

મધનો ઉપયોગ કરો

મધને કુદરતી મોઇશ્ચરાઇઝર અને હીલર માનવામાં આવે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને હાઈડ્રેટિંગ ગુણધર્મો છે, જે હોઠની ડ્રાયનેસ ઘટાડવામાં ખૂબ અસરકારક છે. રાત્રે હોઠ પરથી લિપસ્ટિક રિમૂવ કર્યા પછી તમારા હોઠને હૂંફાળા પાણીથી સાફ કરો. આ પછી તમારી આંગળીનો ઉપયોગ કરીને તમારા હોઠ પર મધનું પાતળું લેયર લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી તમારા હોઠને પાણીથી ધોઈ લો. આ ડ્રાયનેસ ઘટાડશે અને તમારા હોઠની કાળાશ દૂર કરશે.

નાળિયેર તેલનો ઉપયોગ કરો

નાળિયેર તેલ વિટામિન Eથી ભરપૂર હોય છે, જે તમારા હોઠની ત્વચાને સુધારે છે. જો તમારા હોઠ લિપસ્ટિકને કારણે કાળા થઈ ગયા હોય તો આ ઉપાય ખાસ ફાયદાકારક છે. લિપસ્ટિક રિમૂવ કર્યા પછી નાળિયેર તેલના 2-3 ટીપા લો અને તેને તમારા હોઠ પર લગાવીને હળવા હાથે માલિશ કરો. આ ઉપાય હોઠની કાળાશ ઘટાડે છે અને તેને નરમ અને મુલાયમ બનાવે છે. લિપસ્ટિક રિમૂવ કર્યા પછી દરરોજ રાત્રે નાળિયેર તેલથી તમારા હોઠને માલિશ કરવાથી તેને ગુલાબી અને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

એલોવેરા જેલનો ઉપયોગ કરો

એલોવેરા જેલ ફક્ત તમારા ચહેરા માટે જ નહીં, પરંતુ તમારા હોઠ માટે પણ ફાયદાકારક છે. તેના એન્ટી-ઓકિસડન્ટ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો ડ્રાયનેસ અને બળતરાને તરત જ શાંત કરી શકે છે. આ માટે તાજું એલોવેરા જેલ લો. રાત્રે લિપસ્ટિક રિમૂવ કર્યા પછી તરત જ તમારા હોઠ પર એલોવેરા જેલનું પાતળું લેયર લગાવો અને તેને 15થી 20 મિનિટ સુધી સુકાવા દો. પછી તેને પાણીથી ધોઈ લો. એલોવેરા જેલ તમારા હોઠ પરની બળતરા અને ડ્રાયનેસને શાંત કરે છે. તે તમારા હોઠને નરમ રાખીને ડેડ સ્કિનને દૂર કરવામાં પણ મદદ કરે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.