Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Things that can clean your face without make up remover

VIDEO: મેકઅપ રીમુવર ખતમ થઈ ગયું છે? ચિંતા ન કરો, ઉપયોગી થશે તમારા ઘરમાં રહેલી આ 5 વસ્તુઓ

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSV

પાર્ટીમાંથી ઘરે પાછા ફરતા અને તમારી મેકઅપ રીમુવરની બોટલ ખાલી મળે તો મેકઅપ રીમુવ કરવાની ઉતાવળ પરેશાન કરી શકે છે. પરંતુ તમે DIY સોલ્યુશન્સ દ્વારા રીમુવર વગર પણ સરળતાથી મેકઅપ દૂર કરી શકે છે, બસ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે. ચાલો તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેના દ્વરા તમે સરળતાથી મેકઅપ રીમુવ કરી શકો છો.

App Store

ઓલિવ ઓઈલ

તે ફક્ત રસોઈ માટે જ નહીં પણ મેકઅપ દૂર કરવા માટે પણ એક ઉત્તમ DIY સોલ્યુશન છે. તમે તેનાથી આઈ મેકઅપ સરળતાથી દૂર કરી શકો છો. કોટન બોલને થોડો ભીનો કરો અને તેને ઓલિવ ઓઈલમાં ડુબાડો, આ પછી તેને તમારી આંખોની આસપાસના મેકઅપ પર ઘસો. તમારો મસ્કારા મિનિટોમાં સરળતાથી દૂર થઈ જશે.

નારિયેળ તેલ

કોઈપણ તેલ મેકઅપ દૂર કરવા માટે સારું માનવામાં આવે છે, પરંતુ નારિયેળ તેલ ડ્રાય ત્વચા અથવા ખીલ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

બેબી ઓઈલ

આ તેલ મોટાભાગની ત્વચા પર વાપરવા માટે સલામત માનવામાં આવે છે. તે ફક્ત મેકઅપ જ સરળતાથી દૂર નથી કરતું, પરંતુ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તે તમારા પોર્સને બંધ નથી કરતું. ફક્ત તમારી આંગળીઓ પર થોડું બેબી ઓઈલ લઈને ચહેરા પર માલિશ કરો, પછી તેને કોટન બોલથી સાફ કરો અને ચહેરો ધોઈ લો.

તેલ અને બેકિંગ સોડા

જો તમારું ફાઉન્ડેશન લાંબા સમય સુધી ટકી રહેતું હોય, તો તમે તેલમાં એક ચપટી બેકિંગ સોડા પણ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને આંખોની આસપાસ લગાવવાનું ટાળો; તેનો ઉપયોગ ફક્ત ચહેરા પર જ કરો. પછી તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો.

એલોવેરા

એલોવેરા સેન્સેટિવ ત્વચા માટે ઠંડક અને રાહત આપે છે. એલોવેરાથી હળવો અને વોટરપ્રૂફ મેકઅપ અસરકારક રીતે દૂર કરી શકાય છે. કોટન બોલ અથવા તમારી આંગળીઓ પર થોડી માત્રામાં એલોવેરા જેલ લગાવો અને મેકઅપ દૂર કરવા માટે તમારા ચહેરા પર હળવા હાથે માલિશ કરો.

આ બાબતો ધ્યાનમાં રાખો

આંખોની આસપાસની ત્વચા ખૂબ જ પાતળી હોય છે, તેથી કોઈપણ DIY સોલ્યુશનનો ઉપયોગ કરતી વખતે આ વિસ્તારને જોરથી ઘસવાનું ટાળો.

વોટરપ્રૂફ મસ્કરા માટે કોટન બોલ પર રીમુવર લગાવો અને તેને આંખોની આસપાસ 25-30 સેકન્ડ માટે રહેવા દો. પછી જ મેકઅપ દૂર કરવાના પગલા પર આગળ વધો.

મેકઅપ દૂર કર્યા પછી, તમારા ચહેરાને હળવા ક્લીંઝરથી ધોવા અને મોઇશ્ચરાઇઝ કરવાની ખાતરી કરો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.