Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Skin Care Tips: Get natural glow for just 10 rupees, skin will be soft and healthy

Skin Care Tips: માત્ર 10 રૂપિયામાં મેળવો કુદરતી નિખાર, સ્કીન થશે સોફ્ટ અને હેલ્ધી

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Skin Care Tips: માત્ર 10 રૂપિયામાં મેળવો કુદરતી નિખાર, સ્કીન થશે સોફ્ટ અને હેલ્ધી
સોર્સ : GSTV

દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેની ત્વચા ગ્લો કરે અને ચહેરો હંમેશા ફ્રેશ દેખાય, પરંતુ દરેક વખતે મોંઘા બ્યુટી પ્રોડકસ ખરીદવા અને બ્યુટી પાર્લર જવું શક્ય નથી. જો તમે પણ વિચારતા હોય કે ચમકતી સ્કીન માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, તો પોતાની આ વિચારધારાને બદલો. તો અહીં જાણો અમુક ઘરેલુ નુસ્ખાઓ, જે ખૂબ જ અરળ છે અને તેની મદદથી તમે માત્ર 10 રૂપિયામાં નેચરલ ગ્લો મેળવી શકો છો અને આ  બધા ઉપાયો તમારા રસોડામાં ઉપલબ્ધ વસ્તુમાંથી તૈયાર કરી શકો છો અને સ્કિન પર ગ્લો અને તેને હેલ્દી બનાવી શકો છો. કોઈપણ આડઅસરો વિના સ્કીન હેલ્ધી અને બ્રાઇટ બનાવી શકો છો.

App Store

બટેકાનો રાસ 

બટેકા બજારમાં ખૂબ જ સસ્તા મળે છે અને સ્કીન કેર કરવા માટે માત્ર એક બટેકાની જરૂર પડશે. જેના માટે સૌથી પહેલા બટેકાને ક્રશ કરી તેનો રસ કાઢો અને તેને રૂથી ચહેરા પર લગાવો. અડધી કલાક સુધી તેને ચહેરા પર જ રહેવા દો, પછી અસર જુઓ. બટેકાનો રસ એક અઠવાડિયામાં માત્ર સ્કીનને ગ્લો જ નહીં પરંતુ ચહેરા પર રહેલા ડાર્કસ્પોટ્સને પણ દૂર કરશે.  

દહી અને મધ 

આ બંને વસ્તુઓની જેટલી માત્રનો તમે ઉપયોગ કરશો, તે 10 રૂપિયાની કિંમતથી પણ ઓછી કિંમતમાં મળી જશે. આના માટે સૌથી પહેલા એક ચમચી તાજું દહી અને એક અડધી ચમચી મધને મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ પેક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને કુદરતી ચમક લાવે છે.

એલોવેરા જેલ 

આ ઉપાય માટે તમારે દસ રૂપિયા પણ ખર્ચવાની જરૂર નથી. આના માટે છોડમાંથી સીધું એલોવેરા જેલ કાઢો અને સ્કીન પર લગાવો. આને આખી રાત આમ જ ચહેરા પર રહેવા દો. આની મદદથી ચહેરા પર રહેલા ડાઘ-ધબ્બા દૂર થશે અને સ્કીન સોફ્ટ બની રહેશે, આના કારણે સ્કીન ધીરે-ધીરે ગ્લો પણ કરવા લાગશે.  

ટામેટાં અને લીંબુ 

આ બંને વાસ્તુઓની કિંમત પણ 10 રૂપિયાથી ઓછી જ રહેશે. આના માટે ટામેટાંને વચ્ચેથી કાપી અને ઉપર લીંબુ નીચવો. હવે તેને એકદમ હળકા હાથથી ચહેરા પર ઘસો, 10 મિનિટ પછી ચહેરાને ધોઈ કાઢો. આની મદદથી ઇન્સ્ટન્ટ ફ્રેશનેસ, ઓયલ કંટ્રોલ અને ગ્લોઈંગ સ્કીન મળશે. આનો ઉપયોગ PH ટેસ્ટ પછી જ કરો. 

ચણાનો લોટ અને હળદરનો ફેસ પેક

ચણાનો લોટ અને હળદર આ બંને વાસ્તુ આરામથી તમારા રસોડામાં ખૂબ જ આરામથી મળી જાય છે. આના ઉપયોગ માટે સૌથી પહેલા 1 ચમચી ચણાનો લોટ અને 1 ચપટી હળદર અને થોડા ટીપા ગુલાબ જળ-ડી નાખીને પેસ્ટ તૈયાર કરો. આની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો અને 10-15 મિનિટમાં હળવા હાથોથી ઘસતા તેને સાદા પાણીથી ધોઈ કાઢો. આ પેક સ્કીનને ટાઈટ કરે છે અને ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે.  

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.