Hair Care Tips: બદલાતા હવામાન સાથે ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર નહીં રોકી શકાય હેરફોલ

બદલાતી ઋતુઓની આપણા શરીર તેમજ વાળ પર ઊંડી અસર પાડે છે. ઠંડી, ગરમી અને વરસાદમાં થતા ફેરફાર આપણા વાળને નબળા બનાવી શકે છે, તૂટવા અને ખરવા પણ શરૂ કરી શકે છે. જોકે, આપણે ઘણીવાર એવી ભૂલો કરીએ છીએ જે વાળના નુકસાનને વધું વધારે છે.આ ભૂલો આપણી રોજિંદા આદતોમાં છુપાયેલી હોય છે, જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ લેખમાં જાણો એ મોટી ભૂલો વિષે, જે તમારા વાળ ખરવાનું સૌથી મોટું કારણ છે. જો તમે તમારા વાળને મજબૂત, સ્વસ્થ અને જાડા રાખવા માંગતા હો, તો આ ભૂલોનું પુનરાવર્તન કરવાનું ટાળો.
દરરોજ વાળ ધોવા
બદલાતા વાતાવરણમાં હંમેશા એવું લાગે છે કે વાળ ખૂબ જ ચીકણા બની રહ્યા છે. તેની સારી સ્થિતિ જાળવી રાખવા માટે લોકો ઘણી વખત દરરોજ વાળ ધોવે છે, જે એક એવી ટેવ છે જે ક્યારેય ન પાડવી જોઈએ. આ ટેવ સમય જતાં વાળમાંથી ભેજ ઘટાડે છે, જેના કારણે તે નબળા પાડીને તૂટવા લાગે છે.
ગરમ પાણીનો ઉપયોગ
ઘણાં લોકોને હંમેશા ગરમ પાણીથી સ્નાન પસંદ હોય છે, અને તેઓ વાળ પણ ગરમ પાણીથી જ ધોતા હોય છે. ગરમ પાણી ન ફક્ત તમારા વાળમાંથી ભેજને જ શોષે છે, પણ તેને શુષ્ક બનાવે છે અને વાળ ખરવાની સંભાવના પણ વધારે છે. તેથી હંમેશા તમારા વાળ ઠંડા પાણીથી ધોવા જોઈએ. ધ્યાન રાખો કે પાણી ખૂબ ઠંડુ ન હોય.
ભીના વાળોને બાંધી લેવા
સવારના સમયે જે મહિલાઓ તેના વાળને ધોવે છે, તેની પાસે એટલો સમય નથી હોતો કે તે તેના વાળોને યોગ્ય રીતે સુકાવે. એવામાં વાળમાં ફંગસ ઇન્ફેકશનનું જોખમ વધી જતું હોય છે અને તેની સાથે સાથે વાળના મૂળ નબળા પડી જાય છે, જેના કારણે વાળ તૂટવા લાગે છે.
હેયર પ્રોડક્ટ્સનો વધુ માત્રામાં ઉપયોગ
વાળોમાં જેટલો બને તેટલો પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો. રસાયણો ધરાવતા શેમ્પૂ, કન્ડિશનર અથવા હેર સ્પાનો વરંવાર ઉપયોગ કરવાથી વાળોને નુકસાન પહોંચી શકે છે. જો તમે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેની પણ એક મર્યાદા નક્કી કરો. કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ તમારા વાળને નબળા બનાવે છે.

