Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Moisturizer or Serum first know the right order of skin care routine

Skin Care Routine / પહેલા મોઇશ્ચરાઇઝર કે સીરમ? ચમકતી ત્વચા માટે આ રીતે કરો સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Skin Care Routine / પહેલા મોઇશ્ચરાઇઝર કે સીરમ? ચમકતી ત્વચા માટે આ રીતે કરો સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ
સોર્સ : GSTV

શું તમે ઘણીવાર તમાર સ્કિન કેર રૂટિન વિશે મૂંઝવણ અનુભવો છો? શું તમે પણ અરીસા સામે ઉભા રહીને વિચારો છો કે પહેલા સીરમ લગાવવું કે મોઇશ્ચરાઇઝર? જો હા, તો ચાલો તમને જણાવી દઈએ કે ઘણા લોકો આ નાની ભૂલ કરે છે અને પછી ફરિયાદ કરે છે કે મોંઘા પ્રોડક્ટ્સ પણ કોઈ અસર નથી થઈ રહી.

App Store

શું તમે જાણો છો કે તમારી ત્વચાને ચમકતી બનાવવાનું રહસ્ય ફક્ત યોગ્ય પ્રોડક્ટ્સ ખરીદવામાં જ નથી, પરંતુ તેમને યોગ્ય ક્રમમાં લગાવવામાં પણ છે? જો તમે ઉત્પાદનોનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો તમને ત્વચા પર તે ચમક મળશે જે તમે હંમેશથી ઈચ્છો છો.

સીરમ અને મોઇશ્ચરાઇઝર વચ્ચે શું તફાવત છે?

સીરમ: તે હળવું, પાતળું અને વધુ અસરકારક પ્રોડક્ટ છે. તેમાં વિટામિન-સી, હાયલ્યુરોનિક એસિડ અથવા રેટિનોલ જેવા ઘણા સક્રિય ઘટકો હોય છે. તે ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને ડાર્ક સ્પોટ્સ, ફાઇન લાઈન્સ અથવા પિગમેન્ટેશન જેવી વસ્તુઓ પર કામ કરે છે.

મોઇશ્ચરાઇઝર: તે સીરમ કરતાં જાડું છે. તેનું મુખ્ય કાર્ય ત્વચામાં મોઇશ્ચર લોક કરવાનું અને ત્વચામાં રક્ષણાત્મક સ્તર બનાવવાનું છે. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને તેને બાહ્ય પ્રદૂષણથી રક્ષણ આપે છે.

પહેલા સીરમ, પછી મોઇશ્ચરાઇઝર

સ્કિનકેર પ્રોડક્ટ્સ હંમેશા પાતળાથી જાડા ક્રમમાં લગાવવામાં આવે છે. તેથી, યોગ્ય રીત છે:

પહેલા સીરમ લગાવો

પહેલા, તમારા ચહેરાને સારી રીતે સાફ કરો અને સૂકવો. પછી તમારી આંગળીઓ પર સીરમના થોડા ટીપાં લો અને તેને હળવા હાથે ચહેરા પર લગાવો. સીરમ ખૂબ જ ઝડપથી ત્વચામાં શોષાય છે. સીરમને ત્વચામાં સંપૂર્ણપણે શોષાઈ જવા દો.

પછી મોઇશ્ચરાઇઝર લગાવો

સીરમ લગાવ્યા પછી, મોઇશ્ચરાઇઝર લગાવો. મોઇશ્ચરાઇઝર સીરમ પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે. તે ફક્ત સીરમના ફાયદાઓને જ લોક નથી કરતું પણ ત્વચાના મોઇશ્ચરને પણ જાળવી રાખે છે.

જો તમે આ ક્રમને ઉલટાવી દો છો, તો મોઇશ્ચરાઇઝરનું જાડું સ્તર સીરમને ત્વચામાં ઊંડે સુધી પ્રવેશતા અટકાવી શકે છે, જેનાથી સીરમનો પૂર્ણ ફાયદો નહીં મળે.

સ્કિન કેર રૂટિનના સ્ટેપનો સાચો ક્રમ

  • સ્ટેપ 1: ક્લીન્ઝીંગ: દિવસની શરૂઆતમાં અને અંતે બંને સમયે ચહેરાને સારી રીતે ધોઈ લો.
  • સ્ટેપ 2: ટોનર: જો તમે ટોનરનો ઉપયોગ કરો છો, તો તેને ક્લીન્ઝીંગ પછી લગાવો.
  • સ્ટેપ 3: સીરમ: તમારી ત્વચાની સમસ્યા અનુસાર સીરમનો ઉપયોગ કરો.
  • સ્ટેપ 4: આઈ ક્રીમ: જો તમે આઈ ક્રીમ લગાવો છો, તો તેને સીરમ બાદ લગાવો.
  • સ્ટેપ 5: મોઇશ્ચરાઇઝર: તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝર પસંદ કરો.
  • સ્ટેપ 6: સનસ્ક્રીન: દિવસ દરમિયાન, મોઇશ્ચરાઇઝર પછી સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલશો.

આ સરળ ક્રમને ફોલો કરીને, તમે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.