Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Follow these skin care routine to get natural glow for garba night

Skin Care / ગરબા નાઈટ દરમિયાન ચેહરા પર જોઈએ છે કુદરતી ચમક? તો અત્યારથી ફોલો કરો આ સ્કિન કેર રૂટિન

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Skin Care / ગરબા નાઈટ દરમિયાન ચેહરા પર જોઈએ છે કુદરતી ચમક? તો અત્યારથી ફોલો કરો આ સ્કિન કેર રૂટિન
સોર્સ : GSTV

ગરબા નાઈટ જેવા ખાસ પ્રસંગોએ, દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની ત્વચા પર કુદરતી ચમક આવે. આ માટે, આજથી જ યોગ્ય સ્કિન કેર રૂટિનનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે. સારું સ્કિન કેર રૂટિન તમારી ત્વચાને હાઇડ્રેટેડ, પોષણયુક્ત અને ચમકદાર રાખે છે. આ રૂટિનમાં ક્લીન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ અને માસ્કિંગનો સમાવેશ થાય છે. ચાલો તમને આ સ્કિન કેર રૂટિન વિશે જણાવીએ.

App Store

પહેલું સ્ટેપ

સ્કિન કેર રૂટિનને ફોલો કરવા માટે, પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. આ માટે, કોટન પેડ પર સારી ક્વોલિટીનું ક્લીંઝર લો અને ત્વચાની ડીપ ક્લીનીંગ કરો. આમ કરવાથી, તમારી ત્વચા પર જમા થયેલી ગંદકી અંદરથી સાફ થઈ જશે. જો તમારી પાસે ક્લીંઝર નથી, તો તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.

બીજું સ્ટેપ

ચહેરાને સારી રીતે ક્લીન કર્યા પછી, સ્કિન ટાઈપ અનુસાર ફેસવોશ લો અને પછી તેનાથી ચહેરો સાફ કરો. આનાથી ચહેરાની ગંદકી પણ સાફ થઈ જશે, જે તમારા ક્લીંઝીંગ પછી પણ રહી ગઈ છે. ફેસવોશનો ઉપયોગ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તે તમારા સ્કિન ટાઈપનું હોવું જોઈએ, નહીં તો તે ચહેરાને ઘણું નુકસાન પહોંચાડશે.

ત્રીજું સ્ટેપ

હવે ત્વચા પર ટોનર લગાવવાનો સમયછે, આજકાલ બજારમાં દરેક સ્કિન ટાઈપ અનુસાર ટોનર ઉપલબ્ધ છે. જો તમારી પાસે ટોનર નથી, તો તમે ટોનર તરીકે ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો. ગુલાબજળને એક સારું ટોનર માનવામાં આવે છે.

ચોથું સ્ટેપ

ટોનર પછી, તમારા ચહેરા પર હાઈડ્રેટિંગ સીરમ વાપરવાનું ન ભૂલશો. જો તમારી પાસે સીરમ નથી, તો તે ખરીદો. તેને ખરીદતી વખતે ફક્ત ધ્યાનમાં રાખો કે તે તમારા સ્કિન ટાઈપ અનુસાર હોવું જોઈએ.

પાંચમું સ્ટેપ

હવે છેલ્લું સ્ટેપ ચહેરા પર ક્રીમનો ઉપયોગ કરવાનું છે. આ માટે, ચહેરા પર કોઈપણ જેલ બેઝ્ડ ક્રીમ લગાવો. આજકાલ, બજારમાં દરેક સ્કિન ટાઈપ માટે ક્રીમ ઉપલબ્ધ છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

આ બાબતોનું પણ ધ્યાન રાખો

જો તમે ચહેરા પર કુદરતી ચમક ઈચ્છતા હોવ તો અઠવાડિયામાં બે વાર ફેસ પેકનો ઉપયોગ કરો. આ સાથે, તમે બે વાર સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. તમારા સ્કિન ટાઈપ અને ઋતુ અનુસાર ફેસ પેક અને સ્ક્રબ બંને ખરીદો, જેથી તમને કોઈપણ પ્રકારની એલર્જીનો ખતરો ન રહે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.