Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Simple habits for healthy and glowing skin

Beauty Tips / મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ નહીં, આ 5 આદતો ત્વચાને બનાવશે ચમકદાર, દિવસભર ફ્રેશ દેખાશે ચહેરો

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ નહીં, આ 5 આદતો ત્વચાને બનાવશે ચમકદાર, દિવસભર ફ્રેશ દેખાશે ચહેરો
સોર્સ : GSTV

સુંદર કોણ નથી દેખાવા માંગતું? આ માટે, તમારી જીવનશૈલી સ્વસ્થ હોવી જરૂરી છે. તમારે ત્વચાની સંભાળ રાખવા માટે કેટલીક આદતો અપનાવવી પડશે. આ માટે, તમારે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ કે લાંબા રૂટિનની જરૂર નથી. તમે કેટલીક આદતો અપનાવીને તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખી શકો છો. આજનો અમારો લેખ આ વિષય પર છે. અમે તમને જણાવીશું કે તમે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખવા માટે શું કરી શકો છો.

App Store

ત્વચાને હાઈડ્રેટેડ રાખો

સ્વસ્થ ત્વચા મેળવવા માટે, દિવસભર શક્ય તેટલું પાણી પીવું જરૂરી છે. આનાથી તમારી ત્વચા દિવસભર હાઈડ્રેટેડ રહેશે. અને તમે આખો દિવસ ફ્રેશ દેખાશો. આ ઉપરાંત, ત્વચા પર યોગ્ય મોઇશ્ચરાઇઝર લગાવવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારી સ્થિતિમાં રહેશે. જો તમે ઈચ્છો તો, તમે તમારા ડાયટમાં કાકડી, નારંગી અને તરબૂચ જેવી પાણીયુક્ત વસ્તુઓનો પણ સમાવેશ કરી શકો છો.

ક્લીન્ઝીંગ કરો

ચહેરા પરથી ગંદકી અને તેલ દૂર કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વારંવાર અથવા ખૂબ જ સ્ટ્રોંગ ક્લીંઝરથી ચહેરો ધોવાથી ત્વચાનું કુદરતી મોઇશ્ચ્રર છીનવાઈ જાય છે. આ ત્વચાને વધુ ડ્રાય અને સેન્સિટિવ બનાવે છે. આ માટે, સલ્ફેટ-ફ્રી અને pH બેલેન્સ ક્લીંઝરનો ઉપયોગ કરવો વધુ સારું છે. દિવસમાં ફક્ત બે વાર તમારો ચહેરો ધોવો.

દરરોજ સનસ્ક્રીન લગાવો

સનસ્ક્રીન ફક્ત ઉનાળામાં જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન જરૂરી છે. સૂર્યપ્રકાશ ફ્રીકલ્સ અને પિગમેન્ટેશનનું કારણ બને છે અને ત્વચાના કેન્સરનું જોખમ પણ વધારે છે. આ માટે, દરરોજ સવારે ઓછામાં ઓછા SPF 30વાળું સનસ્ક્રીન લગાવવું યોગ્ય રહેશે. લાઈટ અને ઓઈલ ફ્રી સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જેથી ચહેરો દિવસભર ફ્રેશ દેખાય.

મોઇશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલશો

ઘણા લોકો માને છે કે ઓઈલી ત્વચા ધરાવતા લોકોએ મોઇશ્ચરાઇઝરની જરૂર નથી, પરંતુ એવું નથી. જો તમારી ત્વચા ઓઈલી છે, તો ફક્ત લાઈટ, જેલ બેઝ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. હંમેશા ભીની ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવો.

સારી ઊંઘ લો

જો તમે ત્વચાને ચમકદાર બનાવવા માંગતા હોવ, તો સારી ઊંઘ લેવી મહત્ત્વપૂર્ણ છે.રાત્રે સૂતી વખતે ત્વચા પોતાને રિપેર છે. જો તમને પૂરતી ઊંઘ ન મળે અથવા ખૂબ તણાવ હોય, તો ત્વચા નિસ્તેજ અને થાકેલી દેખાવા લાગે છે. દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘ જરૂરી છે. સૂતી વખતે રેશમી ઓશીકાના કવરનો ઉપયોગ કરો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.