Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Make an anti-aging face mask with ingredients available at home; skin will become tight and smooth

Beauty Tips: ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બનાવો એન્ટિ એજિંગ ફેસ માસ્ક; ત્વચા બનશે ટાઇટ અને મુલાયમ

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips: ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બનાવો એન્ટિ એજિંગ ફેસ માસ્ક; ત્વચા બનશે ટાઇટ અને મુલાયમ
સોર્સ : GSTV

- જયવિકા આશર

App Store

ચહેરા પર અકાળે પડતી કરચલીઓ, ફાઇનલાઇન્સ,  અને ઢીલી થયેલી ત્વચાને ફરી પહેલા જેવી કરવા માટે એન્ટિ એજિંગ ફેસ્ક માસ્કનો ઉપયોગ કરવાથી  ત્વચા ટાઇટ થાય છે અને ચહેરા પર વધતી વયના નિશાનને દૂર કરે છે. 

કોપરેલનો ફેસ માસ્ક

એક મોટો ચમચો કોપરેલ અને અડધો ચમચો દાડમના બિયાનું તેલ (બજારમાં મળે છે) તેને ભેળવીને સ્વચ્છ ચહેરા અને ગરદન પર લગાડવું. એક કલાક પછી ચહેરો ધોઇ નાખવો. નિયમિત લગાડવાથી ફાયદો થાય છે. 

આ ફેસ માસ્ક ત્વચાને ફર્મ કરીને ટાઇટ બનાવે છે. ત્વચાને સન ટેનિંગથી બચાવે છે અને પુનર્જીવિત કરે છે. 

કેળાનો માસ્ક

એક કેળાના ટુકડાને છુંદી તેમાં એક ચમચો ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા તથા ગરદન પર લગાડી સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. આ માસ્કને એકાંતરે લગાડવાથી ફાયદો થાય છે. 

રાઇસ વોટર માસ્ક

એક કપ ચોખાના પાણીમાં પેપર નેપકિન ભીંજવવો. આ પેપર નેપકિન પર નાનાં-નાનાં કાણાં કરવા અને ૧૦ મિનિટ પાણીમાં પલાળી રાખી બહાર કાઢી ચહેરા પર ૧૫-૨૦ મિનિટ માટે મુકીને પછી ચહેરો ધોઇ નાખવો. આ ઉપાય નિયમિત કરી શકાય છે. આ ફેસપેક ચહેરા પર થતી કરચલીઓને રોકે છે તેમજ ત્વચાને ટાઇટ બનાવે છે. 

હળદરનો ફેસ માસ્ક

એક મોટો ચમચો હળદ અને ૩ ચમચા ગુલાબજળ, હળદર અને ગુલાબજળને ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવું. આ માસ્ક એન્ટીબેકટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરેલું હોય છે. જે ત્વચાને સ્વચ્છ અને ચમકીલી બનાવવાની સાથે પિગમેન્ટેશનને પણ દૂર કરે છે.

કાકડીનો માસ્ક

અડધી કાકડીને ઝીણી ખમણી તેમાં લીંબુનો રસ ભેળળી ચહેરા પર લગાડી ૧૦ મિનિટ પછી ધોઇ નાખવું. નિયમિત કરવાથી ત્વચા ચમકીલી રહે છે. 

બટાટા અને ગાજરનો માસ્ક

એક મધ્યમ બટાટુ, એક મધ્યમ ગાજર અને એક ચમચો ગુલાબજળ લેવું. બટાટા અને ગાજરને એક સાથે વાટી પેસ્ટમાં ગુલાબજળ ભેળવી પેસ્ટ વાટી ચહેરા અને ગરદન પર ૨૦ મિનિટ સુધી લગાડી રાખવું અને ધીરે ધીરે આ પેકને ભીના કપડાથી અથવા તો પાણીથી ચહેરા પરથી દૂર કરવો. આ પેકમાં વિટામિન એ સમાયેલું હોવાથી નિયમિત કરવાથી ત્વચા પરની કરચલીઓને દૂર કરે છે. 

એલોવેરા માસ્ક

એલોવેરાની પેસ્ટમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડી ૧૦ મિનિટ પછી પેકને ધીરેધીરે રગડી ચહેરા પરથી દૂર કરવો. નિયમિત લગાડવાથી કોલાઝન વધારે છે જેથી કરચલીઓ દૂર થાય છે. 

ગ્લિસરિન ફેસ માસ્ક

એક ચમચો ગ્લિસરિન અને ૨ વિટામિન ઇ કેપ્સયુલ લેવી. ગ્લિસરીનમાં કેપ્સ્યુલ તોડીને ભેળવવી અને આ મિશ્રણને ચહેરા તથા ગરદન પર લગાડવું. ૩૦ મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.  આ માસ્કને નિયમિત લગાડી શકાય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે, ખુલા છિદ્રોને બંધ કરશે અને ફાઇન લાઇન્સ ઓછી થશે. તેમજ ત્વચાને પોષણ આપતું હોવાથી ત્વચાને સ્વસ્થ રાખશે.