Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Know how to choose best shade for your skin tone

Blush Shades / આખા મેકઅપને બગાડી શકે છે ખોટો બ્લશ! જાણો તમારા સ્કિન ટોન માટે કયો શેડ છે બેસ્ટ

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Blush Shades / આખા મેકઅપને બગાડી શકે છે ખોટો બ્લશ! જાણો તમારા સ્કિન ટોન માટે કયો શેડ છે બેસ્ટ
સોર્સ : GSTV

પહેલાના સમયમાં મોટી-મોટો બ્રાન્ડ્સમાં પણ બ્લશના એક કે બે શેડ્સ જ ઉપલબ્ધ હતા, ત્યારે હવે તેમાં ઘણા બધા શેડ્સ મળે છે. ઘણા બધા શેડ્સ સાથે એ નક્કી કરવું મુશ્કેલ બને છે કે તમારા પર કયો શેડ વધુ સારો લાગશે.

App Store

જ્યારે સુંદરતાની વાત આવે છે ત્યારે કોઈ નિયમો નથી, પરંતુ યોગ્ય રંગ સાથેનો યોગ્ય શેડ તમારા દેખાવને વધારે છે. ચાલો જાણીએ કે બ્લશનો યોગ્ય શેડ કેવી રીતે પસંદ કરવો અને કયો બ્લશ તમારા સ્કિન ટોન માટે બેસ્ટ હોઈ શકે છે.

ફેર સ્કિન ટોન

આ સ્કિન ટોન પર પિંક અને પેસ્ટલ શ્રેષ્ઠ દેખાય છે, આ રંગો તમારા માટે શ્રેષ્ઠ છે.

  • બેબી પિંક
  • પેલ પીચ
  • સોફ્ટ રોઝ

મિડિયમ સ્કિન ટોન

ગુલાબી, પીચ અને બ્રોન્ઝ સહિતના શેડ્સ આ સ્કિન ટોન પર સારા લાગે છે. તમે આ શેડ્સ અજમાવી શકો છો.

  • સોફ્ટ બેરી
  • લાઈટ ટેરાકોટા
  • સ્વીટ પીચ

ઓલિવ સ્કિન ટોન

આ પ્રકારનો સ્કિન ટોન લાઈટ કે ડાર્ક હોઈ શકે છે, પરંતુ આવી ત્વચા પર ટેનિંગ કુદરતી રીતે દેખાય છે. કોરલ અને પીચ આ સ્કિન ટોન માટે શ્રેષ્ઠ પરિણામો આપે છે. આ શેડ્સ ઓલિવ ત્વચાને અનુકૂળ આવે છે.

  • બોલ્ડ પિંક
  • ગોલ્ડ પિંક
  • અર્થી પિંક

ડીપ સ્કિન ટોન

આ સ્કિન ટોન પર રિચદ્ધ બેરી અને ક્રીમી ચોકલેટ જેવા શેડ્સ શ્રેષ્ઠ લાગે છે. ખૂબ જ હળવા અથવા પેસ્ટલ રંગો ટાળો, કારણ કે આવા શેડ્સ ત્વચા પર અલગ દેખાશે.

  • ડીપ પર્પલ
  • સ્પાઇસ્ડ પિંક
  • રોઝ ટિન્ટેડ

પીચ દરેક સ્કિન ટોન માટે યોગ્ય છે

જો તમે હજુ પણ મૂંઝવણમાં છો, તો બ્લશનો સૌથી યુનિવર્સલ શેડ પીચ છે, જે દરેક સ્કિન ટોનને અનુકૂળ આવે છે. જ્યારે પિંક વધુ હળવી અસર બનાવી શકે છે, તો બેરી અન્ય સ્કિન ટોન પર ઊંડી અસર કરી શકે છે. પીચ બ્લશ ફેરથી લઈને ડાર્ક સુધી દરેક સ્કિન ટોન સાથે સારી રીતે કામ કરી શકે છે.