Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Beauty tips: These 5 amazing benefits of taking steam on the face in monsoon, acne and blackheads will disappear!

Beauty tips: ચોમાસામાં ચહેરા પર વરાળ લેવાના આ 5 ચમત્કારી ફાયદા, ખીલ અને બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ!

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Beauty tips: ચોમાસામાં ચહેરા પર વરાળ લેવાના આ 5 ચમત્કારી ફાયદા, ખીલ અને બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ!
સોર્સ : gstv

ચોમાસાની ઋતુ ચોક્કસપણે ગરમીથી રાહત આપે છે, પરંતુ તેની સાથે તે ત્વચા (Skin) સંબંધિત ઘણી સમસ્યાઓ પણ વધારે છે. વરસાદની ઋતુમાં હવામાં ભેજ વધવાને કારણે ત્વચા પર ચીકાશ રહેવી (ખાસ કરીને ઓઇલી સ્કિનમાં), ત્વચાના છિદ્રો (Porse) બંધ થવા, એકને અને ખીલ થવાની સમસ્યા ઘણી વધી જાય છે. આવા સમયે જો ચોમાસામાં રોજ યોગ્ય રીતે સ્કિન કેર ન કરવામાં આવે તો ત્વચા બેજાન અને અનહેલ્ધી દેખાવા લાગે છે. વરસાદની ઋતુમાં નિયમિત સ્કિન કેર અને સાફ-સફાઈની સાથે 'સ્ટીમિંગ' એટલે કે ફેસ પર વરાળ લેવી એ ત્વચાને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ રસ્તો છે. અઠવાડિયામાં એક કે બે વાર વરાળ લેવાથી ત્વચાના બંધ છિદ્રો ખુલે છે, અંદર જમા થયેલી ગંદકી અને ડેડ સ્કિન સેલ્સ (મૃત કોષો) બહાર નીકળી જાય છે. ચાલો જાણીએ, ચોમાસામાં ફેસ સ્ટીમિંગ કરવાના અન્ય કયા કયા ફાયદા થાય છે.

App Store

ચોમાસામાં ફેસ સ્ટીમિંગ કરવાના ફાયદા

બંધ છિદ્રો (Porse) ખુલે છે

વરસાદના દિવસોમાં ફેસ સ્ટીમિંગ કરવાથી ત્વચાના બંધ છિદ્રો ખુલે છે. ત્વચાના અંદરના પડમાં ભરાયેલી ગંદકી બહાર નીકળી જાય છે. રોમછિદ્રો ખુલવાથી ત્વચા મુક્તપણે શ્વાસ લઈ શકે છે. વરાળના કારણે વધારાનું તેલ (ઓઈલ) અને જામી ગયેલો મેલ પણ નીકળી જાય છે, જેનાથી સ્કિન સાફ-સુથરી દેખાય છે.

ખીલ અને ઇન્ફેક્શનથી છુટકારો

જ્યારે તમે વરાળ લો છો ત્યારે ત્વચાની ગંદકી સાફ થાય છે. આનાથી ખીલ, એકને કે ફોડલીઓ થવાની શક્યતા ઘણી ખરી ઘટી જાય છે. ચહેરા પર રહેલા ખીલ પેદા કરતા બેક્ટેરિયા પણ દૂર થાય છે.

બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ સરળતાથી નીકળે છે

નાક અને ગાલની આસપાસ જમા થયેલા જિદ્દી બ્લેકહેડ્સ ગરમ પાણીની વરાળ લેવાથી નરમ પડી જાય છે. આનાથી ત્વચા પર કોઈ વધારાનું દબાણ આપ્યા વગર તે સરળતાથી નીકળી જાય છે. યાદ રાખો કે બ્લેકહેડ્સ કે ખીલને નખથી ક્યારેય ન ફોડવા જોઈએ, નહીં તો ચેપ લાગવાની સાથે ચહેરા પર ડાઘ કે ખાડા પડી શકે છે.

બ્લડ સર્ક્યુલેશન સુધરે છે

ચહેરા પર અઠવાડિયામાં એક કે બે વાર પણ વરાળ લેવાથી બ્લડ સર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) સુધરે છે. આનાથી ત્વચાને વધુ ઓક્સિજન મળે છે અને સ્કિન નેચરલ રીતે હેલ્ધી અને ગ્લોઇંગ (દમકતી) દેખાય છે.

વધારાનું સીબમ (તેલ) દૂર થાય છે

ચોમાસામાં ભેજને કારણે ત્વચા ખૂબ જ ઓઈલી થઈ જાય છે. સ્ટીમ લેવાથી ત્વચા પરનું વધારાનું સીબમ દૂર થાય છે. સ્ટીમિંગ પછી તમે કોઈ લાઈટ ક્લીન્ઝરનો ઉપયોગ કરીને સ્કિનને વધુ હેલ્ધી બનાવી શકો છો.

ત્વચામાં ભેજ (Moisture) જળવાઈ રહે છે

ચહેરા પર વરાળ લેવાથી ત્વચાની સપાટી પર મોઇશ્ચરનું લેવલ વધે છે, જે ત્વચાના હાઇડ્રેશનને સુધારે છે. વરાળ લીધા પછી ચહેરા પર સારી ક્વોલિટીનું મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો, જેથી ત્વચાની નમી લૉક થઈ જાય.

સ્નાયુઓ રિલેક્સ થાય છે

વરાળ લેવાથી ફેસના સ્નાયુઓ (Muscles) રિલેક્સ થાય છે અને દિવસભરનો થાક દૂર થાય છે. આ એક સરળ સેલ્ફ-કેર રૂટિન છે, જે તમને એકદમ ફ્રેશ અને તાજગીભર્યો અહેસાસ કરાવશે.